આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૦


મહીં એ આવાત સહુ, વળગીને તુજ કંઠ,
તુજ હૃદયે હું, મુજ હૅદય તું, એમ રચી સુખબન્ધ;
રૂડી રસરેલ રચીશું.”

એમ તે ઈચ્છતી હતી. સૌન્દર્યની ભાવના હેનામાંથી નષ્ટ થઈ ન્હોતી. અમૃતરસ ઝરતા ચન્દ્રની સુન્દરતા એ જોઈ સકે અને ચાહી સકે તેમાં નવાઈ જેવું નથી. દુઃખમાં દિલાસો આપનાર, પ્રેમ રાખનાર, જગત્‌ની નિષ્ઠુરતા વિસરાવનાર પોતાની પ્રિય સખી વીણાને મૌન ધરી રાખતી જોઈને એ વિકારવશ ચિત્ત કોમળ ચન્દ્રની સાથે પોતાનો અને પોતાની સખીનો નિવાસ થાય, અને ચન્દ્રનું અમી પોતાની સખીના ઉપયોગમાં આવે, વળી ત્હાંનું ગાન આમ ફરીથી બાધિત થાય નહિં હેવી કલ્પના કરે તેમાં શી નવાઈ ? વિરાગિણીના ક્ષોભ પામેલા હૃદયના ભાવનું કથન આમ સંપૂર્ણ સત્યથી ભરેલું છે.”

( ‘વસન્ત,’ જ્યેષ્ઠ, સંવત્ ૧૯૬૪, પૃષ્ઠ ૨૨૬).
 

સહૃદય તત્ત્વપરીક્ષા કરીને રસિક રીતે અને સામર્થ્યથી આ કાવ્યના આ અંશનું રહસ્ય બતાવવા માટે રા. મોહનલાલનો આ સ્થળે પ્રસિદ્ધ રીતે ઉપકાર માનું છું.

શ્લોક ૨૬.

વિરાગિણીએ વીણા જોડે ‘શિશુપણ થકી બાંધ્યો સ્નેહ’ (શ્લો. ૨૧, ચ. ૩) અર્થાત્ બાળપણથી જ વીણાનો અભ્યાસ હેને હતો; તેથી જ આ શ્લોકમાં વર્ણવેલી, પ્રકૃતિના પદાર્થો ઉપરની, અદ્ભુત

અસર થાય હેવું સંગીત વીણામાંથી એ પ્રગટ કરી સકી-એમ હેતુ છે.