આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૨


“જાતાં વળતાં થોભ્યાં નદીઓ કેરાં નીર;




પવન રહ્યા મુરઝાઈને… … … …”

(લીંબડીના કવિ મીઠા ઢાઢી કૃત રાસ. ત્રીજી સાહિત્ય પરિષદનો રિપોર્ટ, પૃ. ૨૦૪-૫).

તે જ પ્રમાણે એડવિન આર્નોલ્ડ કૃત ‘The Light of Asia’ માંની નીચેની પંક્તિયોમાં પણ આ પ્રકારની કલ્પના છે :—

“And round him came into that lonely place
Bands of bright shapes with heavenly eyes and lips
Singing in lovely words the praise of Love
To music of invisible sweet chords,
So witching, that it seemed the night stood still
"To hear them, and the listening stars and moon
Paused in their orbits while these hymned to Buddha
Of lost delights.”

(Book VI P. 164. )

આ કલ્પનાના સંસ્કાર મ્હારા મનમાં અતિ નિગૂઢરૂપે વખતે રહ્યા હશે તે આ કાવ્યમાં આ રીતે પ્રગટ થયા હોય એ અસંભવિત નથી, જો કે મ્હને એ રચતી વખતે હેનું ભાન નહોતું.