આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૬


સ્હવારે પૂણાપાંચે ઉપડ્યો હતો. ચન્દ્ર હતો-વદ ૬-૭ મનો. કિલ્લા નીચે ઝાડીનો ભાગ હતો તે સિવાય અજવાળું હતું. કિલ્લાની પર્વતમાળની ટોચ ઉપર પ્હેાચ્ચા ત્ય્હારે ૬ વાગ્યા. પેલી મર ઊતરવાનું લપસણું હતું તેથી સૂર્યનું અજવાળું ઇષ્ટ હતું. તેથી અહિં કલાક થોભવું પડ્યું.

( અહિં લાંબી ખુરશી—મજૂરોએ ઊંચકીને લઈ જવાની Sedan chair જેવીમાં હું પડ્યો પડ્યો ઊંચે જોતો હતો.)

“આ જગા અદ્ભુત હતી; બે બાજુ પર્વતના શિખર : – એક ઉપર પાલગઢ કિલ્લો, બેની વચમાં—જ્ય્હાં હું હતો ત્યહાં–લાંબી તળાવની પાળ્ય જેટલી જ પ્હોળી અને આશરે બસેં કદમ લાંબી પર્વતની ટોચની ધાર; બે બાજૂ નીચે શીધી, ઢળતી કરાડો. ઉપર ચન્દ્ર બરાબર માથા ઉપર હતો; આકાશમાં તારા હેમનું નિત્યકર્મ- પ્રકાશ રેડ્યે જવાનું-કરતા હતા. અને અત્યાર સૂધી હું સોધતો હતો તે–પૂર્વમાં-પ્રભાતના તારાજડિત આકાશની રાણી, શુક્રતારા, હતી. શું તેનું પ્રબળ તેજ હતું ! ચન્દ્ર અને શુક્રનું તેજ, નીચેની પર્વતમાળાઓ ગૂંચવાયલી પડેલી, માંહિ ધુમસ આછું પથરાયલું, બધી ખીણો–સર્વ વિલક્ષણ શાન્તિમાં રહેલી સૃષ્ટિમાં–છવાયું હતું. અને આ ઉન્નત સ્થાનમાં રહેલો હું પણ જાણે આ આકાશના તારામંડળમાનો જ એક હોઉં, એ જગત્‌નો એક અંશ હોઉં, એમ લાગતું હતું.”

શ્લોક ૮ ચરણ ૪. સારી દઈ — સરાવી ( ખશેડી ) દઈને; દૂર કરી દઈને ‘સર્‌’નું પ્રેરક ‘સાર્‌’.