આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૧


એટલું જ નહિં પણ અસ્તિત્વ જ નહિં; આ શૂન્યરૂપ નિર્વાણનું નામ– खन्धपरिनिब्बन (स्कन्धपरिनिर्वाण) અથવા अनुपादिसेसनिब्बन (अनुपादिशेषनिर्वाण) સ્કન્ધ અવશિષ્ટ ન રહેનારું નિર્વાણ.

निर्वाणની ભાવના વિશે બૌદ્ધ સિદ્ધાન્તમાં આમ બે ક્રમ છે; તેથી એ શબ્દના અર્થ વિશે અને એ ભાવના વિશે યુરોપીય પંડિતોમાં (બૌદ્ધમતના અભ્યાસી પંડિતોમાં ) મતભેદ થયેલો ચાલ્યો આવ્યો છે. એક મત निर्वाण એટલે શુન્યમાં વિલીનતા, અસ્તિત્વનો નિતાન્ત નાશ–એ અર્થ લેછે, બીજો મત निर्वाण એટલે સર્વ વિકાર, તૃષ્ણા ઇત્યાદિનો નાશ થઈ કેવળ શાન્ત, સમાહિત, અવસ્થા–એ અર્થ લેછે, ઉપરના વિવેકથી બંને અર્થની સ્થાનવ્યવસ્થા સમઝાય એમ છે. Rhyસs Davids આ બંને અર્થ સ્વીકારે છે, પણ એકને निर्वाण કહે છે ને બીજાને परिनिर्वाण કહે છે; Childersનો મત ઉપરના ભેદ તરફ દૃઢ જણાય છે, અને Max Muller ના મતમાં ઊનતા શી હતી તે બતાવે છે. (Max Muller निर्वाणનો શૂન્યકારનો અર્થ છે જ નહિં, છે તો પાછળના ગ્રન્થોમાં જ છે – એમ માને છે). પરંતુ આ મતયુદ્ધ સાથે આપણે સંબન્ધ નથી. આ કાવ્યમાં તો निर्वाणનો અર્થ મરણની પૂર્વે જ મેળવેલી વિકારનાશ નથા અલૌકિક શાન્તિની સ્થિતિનો જ લીધો છે.

આ નિર્વાણદશાનું અલૌકિક શાન્તિનું સ્વરૂપ આલેખવાનો હેતુ આ तद्गुण કાવ્યનો છે. બૌદ્ધ સિદ્ધાન્તમાં ध्यान ( ज्ञान ) અને समाधि એ શબ્દોના અર્થ વિશેષ રૂપના છે. समाधि અને ध्यान એ બે એક જ છે એમ કેટલીકવાર ભ્રમ થાય છે. પરંતુ समाधि એ

અલૌકિક શાન્તિ છે, અને अरहन्त વિશેષ લક્ષણ છે; ध्यान