આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૨

કરતાં વધારે અર્થ समाधिનો છે. ध्यान સાધવા માટે समाधिની શાંતિ એ આવશ્યક પ્રાથમિક સ્થિતિ છે; તેમ જ ध्यान ની સાથે પણ એ સ્થિતિ ચાલૂ રહી, अरहन्तનો સ્થાયી ગુણ समाधि છે. ध्यानની ઉચ્ચ કક્ષામાં આ શાંતિ તે નિર્વિકલ્પ સમાધિનું રૂપ લઈ બાહ્યભાનરહિત અવસ્થાનું રૂપ લે છે, અથવા તો; अरहन्तને વિશે બને છે તેમ, પૃથગૂજનને અસર કરનારા રાગદ્વેષાદિક વિકારો ઉપર પ્રભુત્વ અને સર્વ વિકારોના ઉચછેદનું રૂપ લે છે.

આ નિર્વાણની સમાધિદશાની શાન્તિમાં કદી પણ ભંગ થાય ખરો? એ દશાના વિરોધી નહિં તો એ દશાથી ભિન્ન જણાતા વિક્ષેપકારી બનાવોથી અરહન્તની નિર્વાણશક્તિમાં વિકૃતિ સંભવે ખરી? આ શંકા અને હેનું સમાધાન આ કાવ્યમાં છે. યશોધરા બુદ્ધની પ્રથમમાં પ્રથમ-પરિવ્રાજીકા (भिंकखुनी) -શિષ્યા થઈ હતી; ત્હેની કને આ શંકા આ કાવ્યમાં પૂછાવી છે. અરહન્તની પૂર્વાવસ્થાના કોઇ પણ વૃત્તાન્ત હેના મનમાં છાયા પાડી તેના નિર્વાણમાં ક્ષતિ પમાડી સકે કે કેમ? એ છાયાથી નિર્વાણને ઊનતાનું, સ્વરૂપભંગનું લાંછન વળગે ખરું? એમ એ પ્રશ્નનું રૂપ મૂકાવ્યું છે.

બુદ્ધ મહાત્મા હેની parables (રૂ૫કાદિદ્વારા દ્રષ્ટાંત) થી સમાધાન કરવાની પદ્ધતિનો આશ્રય લઈ આ પ્રશ્નનો ઉત્તર આપતો અહિં દર્શાવ્યો છે. (યશોધરાની શંકા, બુદ્ધને આ દૃષ્ટાન્તદ્વારા ઉત્તર,-એ સર્વ કવિકલ્પના જ છે; બુદ્ધચરિતમાં કોઈ સ્થળે વર્ણન કરેલું નથી.) ક્ષિતિજમાં લટકતા ચન્દ્રને ચાંદનીનો લાંબો વિશાળ પટો, સમુદ્ર ઉપર પડેલો, યશોધરાને બુદ્ધ બતાવે છે; અને તે ક્ષણે એ પટાની બહારથી આવીને કૌમુદીમાં પ્રવેશ કરતી, એક નૌકા-