આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૩

સફેદ ગઢવાળી નૌકા-તરફ હેની નજર ખેંચે છે. આ નૌકાથી ચન્દ્રની શાન્તિમાં ભંગ નથી થતો, ઉલટી એ નૌકા કૌમુદીની સાથે એકરૂપ બની જાય છે.§ તે જ રીતે અરહન્તની નિર્વાણુશાન્તિમાં ગમે તે વિક્ષેપનો ભાસ આણનારા વૃત્તાન્ત આવે તો તે પોતાનો શાન્તિવિરોધી ગુણ તજી નિર્વાણદશાની જોડે એકરૂપ થઈ વિલીન થઈ જાય છે; નિર્વાણને કશો વિકાર અર્પતા નથી. ચાર માર્ગમાંના એકમાં પ્રવેશ થયો તે પછી તે માણસને પાછા ફરવાનું કદી થતું નથી, હેનો મોક્ષ નિશ્ચિત જ છે,અન્તે એ નિર્વાણને પામવાનો જ-એમ બોદ્ધમત છે; તો પછી નિર્વાણ સધાયા પછી તો કદી પણું હેમાં ભંગ પડે જ નહિં. આમ તાત્પર્ય છે.નિર્વાણના અતિ ઉજ્જવલ ગુણનું સ્વરૂપ બીજા સર્વ બનાવો, પોતાનો ગુણ તજીને, પ્રાપ્ત કરે છે એ સિદ્ધાન્ત* આ કાવ્યમાં ઊપજાવ્યો છે, માટે કાવ્યનું નામ तद्गुण પાડયું છે- अतत (તે નહિં, અન્ય વસ્તુ) તે तत (તે, પ્રધાન વસ્તુ) નો ગુણ સ્વીકારે માટે तद्गुण. કાવ્યશાસ્ત્રમાં तद्गुण નામનો અલંકાર છે તે ઉપરથી આ નામ લીધું છે तद्गुण અલંકારનું લક્ષણ

स्व्मुत्मृज्य गुण योगाद्त्युज्ज्वल्गुणस्य यत ।
वस्तु तद्गुणतामेति भण्यते स तु तद्गुण: ।।x


§ આ પ્રકારનું સુન્દર દશ્ય મહે વાંદરાના દરિયાકિનારે પાછલી રાત્રે જોયેલું તે સંસ્કાર ઉપરથી આ ચિત્ર આલેખ્યું છે.

  • નિર્વાણના સ્વરૂપ ઉપરથી અને બીજા બૌદ્ધ સિદ્ધાંતોના સ્વરૂપ ઉપરથી આ સિદ્ધાન્ત મ્હેં કલ્પનાથી ઉપજાવી કાઢ્યો છે,--

બોદ્ધ ધર્મગ્રંથમાંથી મ્હેં લીધો નથી.

x અર્થ:--અતિ ઉજજવલ ગુણવાળી વસ્તુની જોડે યોગમાં