આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૨

ભેટવા જતાં ઉષા હેના આશ્લેષમાંથી છટકી જાય છે; આ કલપના સૃષ્ટીના નિત્યના બનાવનું રુપકરૂપે પ્રતિબિમ્બ જ છે.

"ભુજયુગલ લેશે કદી સતી?”—એ પૂષા એ સતીને (પવિત્ર ઉષાને) કદી પિતાના ભુજમાં લેઈ સકશે?

શ્લોક ૨૧ ચરણ ૨.

આત્મગૌરવ (self-respect) ઘુવડે તજ્યું જણાય છે, કેમકે વારંવાર તરછોડી ચૂ૫ રાખવા છતાં વગર બોલવ્યું વચમાં બોલે છે.

શ્લોક ૨૨.

આ શ્લોકના વાચ્યાર્યમાં બીજો વ્યય્યાર્થ સમાયેલો છે; નિર્દોષ યુવતી, સ્મિતમય જીવનના ઉંબરામાં રમતી, પાપના દંશથી આત્મવિનાશ પામે–તે કદી પાછી જીવનમાં પ્રફુલ્લ થઈને જશે?–આ પ્રશ્ન પણું વ્યંજિત છે.

શ્લોક ૨૩ ચરણ ૨.

ભૂતકાળમાં ડૂબેલી વાત પાછી ભવિષ્યમાં પ્રગટ નહિં થાય? ગયેલી વાત પાછી નહિં આવે? આ અર્થ ઉત્તરાર્ધમાં પાણીને બહેણ (ત) પાછું નહિં કરે? એ પ્રશ્નમાંના રૂપકમાં બતાવ્યા છે..

શ્લોક ૨૪ ચરણ ૪.

પ્રેમવચન તોડીને મુગ્ધાતનો ત્યાગ કર્યા પછી અન્ય સ્થળે ફાંફાં મારવા જાય તે જ ઝાંઝવાનાં જળ પીવા ગયા બરોબર ગણાય છે.