આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૯

પશુને યજ્ઞમાં લઈ જાય છે, તેમ આ દુખ અને જીવનનું મૂળ મનુષ્યને મરણ, જન્મ એ ઘટમાળ તરફ લઈ જાય છે.

જેમ આ મૂક પશુયુથને રમ્યકુસુમ અને તૃણભૂમિ ઓળંગાવીને બલિસ્થાને પશુના નાથ ઘૂમીને હાકી લઈ જાય છે તેમ, તે તીવ્ર દુખ મનુજટોળને મહાબજલિસ્થાનમાં પહેચાડે (છે)- આમ અન્વય છે.

જન્મ સાથે જડયું-આ ભાગ મૂળમાં નથી. પરંત બાદ સિદ્ધાન્તમાંથી ફલિત વિચાર જોવા છે. જન્મ થયો તે સાથે જ નિર્વાણસિદ્ધિનો માર્ગ ના સેવે તો-જીવનરૂપી દુઃખ જોડાયેલું જ છે. એ જ મહાબલિસ્થાન.

રાજ્યારોહણ. પૃષ્ટ્ઃ ૮૮-૮૯

રાજા જોર્જ પાંચમાએ ઈ. સ. ૧૯૧૧ માં દિલ્હીમાં આવી રાજ્યારોહણ જાહેર કરવાને દરબાર ભર્યો તે ઉત્સવ નિમિત્તે “ગુજરાતી પંચ”ના કોરોનેશન અંક માટે આ કાવ્ય રચ્યું હતું.

શ્લોક ૧. ચરણ ૪.

દ્રઢા દિલ્હી--બધા ફેરફારો -રાજાઓના થયા છતાં સ્થિર રહેલી તેથી દઢા.રા. કેશવલાલ ધ્રુવ દિલહી' નામની વ્યુત્પત્તિ "દ્રઢા” ઉપરથી કાઢે છે, તેવા વ્યાપાર” નામના તેમના નિબન્ધનું પૃષ્ઠ ૨૦ જુવો. ઈ. સ. પૂર્વે પ્રથમ સૈકાના મધ્ય ભાગના સમયે દિલ્લી નામ પ્રથમ નજરે પડે છે. (એનસાઈકલોપીડિયા બ્રિટાનિકા )

શ્લોક ૨. ચરણ ૩.

નિર્વાણ–બૌદ્ધ સિદ્ધાન્તનો અર્થ દઢ રૂપે લેવાનો નથી. નિર્વાણ એટલે લુપ્ત થઈ જવું એટલું જ અહિં ઉદિષ્ટ છે.