આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૦

“નિજ રાજધાની જ સિધાવિયે હવા” એમ કર્યાને લીધે ઉર્વશીની આ વિમાનચાલનકુસલતા ઢંકાઈ જાય છે, જે મૂળમાં नय मां મ્હેને લઈ જા” એ બે શબ્દમાં સહજ સૂચવાય છે, તેથી એ શ્લોક ઉતારતાં મ્હેં છેલ્લી પંક્તિમાં ફેરફાર કરી “ જ સિધાવિયે ને બદલે “લઈ જા મુને’ એમ કર્યું છે તે આ હેતુથી. મ્હારા કાવ્યમાં વિમાનચાલિંકા ઉર્વશી બે સ્થળે દર્શાવાઈ છે; એક આ શ્લોકમાં અને બીજે, શ્લોક ૧૨ માના ઉત્તરાર્ધમાં.

શ્લોક ૯, ચરણ ૪. ચિત્રલેખા = વિચિત્ર લેખ, ચિત્ર, આકૃતિવાળી, (ભૂમિ). અહિં શ્લેષદ્વારા ઉર્વશીની સખી ચિત્રલેખાના નામનું પણ સૂચન કાંઈક છે; અર્થમાં વિશેષ પૂર્તિ કરનારું નહિ, પરંતુ પિતાની પ્રિય સખીનું નામ સ્મરણપ્રિય લાગતું હોય એમ સ્ત્રીજનરવભાવ દર્શાવનારું.

શ્લોક ૧૧. નાટકમાં સંગમનીયમણિ ઉર્વશીને લલાટે લટકાવેલો છેલ્લો (વિમાનમાં ચઢતા પહેલાં) આપણે દીઠો છે. મહે તે પછી ફેરફાર કર્યો છે, તેથી એ મણિ પુરૂરવે કંઠે ધારણ કરેલો અહિં દર્શાવ્યો છે.

લોક ૧૨, પૂર્વાર્ધ.

શ્લોક ૧૦ માં આરમ્ભાયથી સુખનાશના ભયની સ્થિતિ, અહિં રૂપાનતરે પ્રગટ થઈ છે, સુખની અશાશ્વત સ્થિતિને લીધે નાશભય અને સુખાસ્વાદનો લોપ એ તત્વ અહિં પ્રગટ કરવાનો આરમ્ભ થાય છે. શ્લોક ૫ મામાં પણ ઉર્વશી હિમાલયમાં ચુમ્બનદર્શન સૂચવે