આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૨


ધુમસ અને વિમલ ચાંદની, એ આ સ્વપ્ન્સમાન દર્શનના સાધક અંશ છે; ચાંદનીમાં અને ધુમસમાં નગર જાણે તરતું હોય એમ કલ્પના છે.

ચરણ ૧-૩.

ધનનિદ્રામાં નગર છે, અને ઊંઘમાં સૂતેલાને અનુકૂળ હોડવાનું વસ્ત્ર-ધુમસપટ છે.

શ્લોક ૧૪.

આછા ધુમસ જેવાં સૂક્ષ્મ અંગવાળી અપ્સરા ઉર્વશી નગરને સ્વમસમું તરતું જુવે છે, હારે માનવ પુરૂરવ હેનું દર્શન અન્યરૂપે કરે છે, તે આ શ્લોકમા રેખાંકિત થાય છે; સ્વમસમું તરતું નગર તે પુરૂરવને યમુનાજીના પ્રતિબિમ્બમાં સ્થિર જળમાંના પ્રતિબિમ્બમાં– સ્થિર જણાય છે.

ચાંદની અને ધુમસથી સ્વમસમ સુન્દર નગરની પ્રતિમા તે પોતાના હૃદયમાં પડેલી ઉર્વશીની છબિજોડે સરખાવવામાં બંનેના સૂક્ષ્મસૌન્દર્યનું ભાન થાય છે.

ચરણ ૪ ઉર્વોશોની-ઉર્વશીને જ આ વચન સંબોધીને કહેલું છે તે “ત્હારી' એમ કહેવાને બદલે તૃતીયપુરુષમાં ઉર્વશીનું નામ દઈને કહેવામાં ઉર્વશી ઉપરને રસિક અને તંત્ર પ્રેમ તેમ જ એ પ્રકારનું રસિક સૌજન્ય વ્યંજિત થાય છે. જાણે કોઈ બીજાને જ કહેતો હોય તેમ ઉર્વશીનું નામ દીધાથી ત્હેને જ મ્હોએ ત્હેનાં વખાણ કરવાનો સૌજન્યભંગ ટળાયો છે; ઇત્યાદિ વ્યંગો રસિક વાચકને જડશે.