આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯


કૂડો આજ શો ઉત્પાત
બનિયો ? તું રીસાઈ, માત!

(વસંતતિલકા)
કોણે કહે મધુરી મ્હારી! ત્હને દૂભાવી
કોણે દીધી મધુર ગાનની સૂકાવી ?
કો દુષ્ટ ડાકિનીતણી પડી વા કુદ્રષ્ટિ,
ને આ વિરામી મધુરી! તુજ ગાનવૃષ્ટિ, ૧૦

(ગરબી * )
બોલ્ય ફરી, મુજ પ્રાણ ! મધુરકંઠી ઓ મુજ વીણા !
દે મુને જીવનદાન, અમૃત સુર જગાવી જ ઝીણા,
બોલ્ય ફરી મુજ પ્રાણ! ૧૧

{ સાખી. )
મૂર્છાવશ તું તે થઈ કે રહીં મરણ સમીપ
જીવન માગે બાપડી, તે શુ ચેતવશે મુજદીપ

અમીરસ પૂરી અમોલો?
બોલે કદી મુજ પ્રાણ ? ૧૨

સંજીવની કો શક્તિથી નૂતન જીવનનૂર
રેડું તુજમાં, ને વહો તુજ રગ રગ ગાનનું પૂર;

______________________________________________

  • 'લોચનમનનો રે કે ઝગડો લોચનમનનો–એ ચાલ.