આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩


મૃત્યુને પ્રાર્થના.

(તોટક.)

પળવાર જ મોત ! તું થાક્ય ભલા !
મરવું મુજને હજી ના ગમતું;
ખીલતી બધી આશ હજી ન લણી;
નિરખું તુજ ચક્ર શિરે ભમતું. 

સુખકોશ હજી ભરિયા ન પૅરા;
હજી ગાન બધાં મુજ છે અધૂરાં;
મુજ અશ્રુ હજી સઘળાં ન હળ્યાં;
પળવાર જ થોભ્ય તું મોત ભલા ! 


મરણનો ભય.

( લાવણી. *[૧] )

લેખની મુજ મનક્ષેત્ર જ લણે,
જતુ ઊભરાઈ તર્કના કણે,
અને પરિપકવ ધાન્ય અંબાર
ભારે ગ્રન્થતણા ઢગ મોઝાર,
તેહ પૂર્વે મીંચાશે નેન,—
હૃદય મુજ ઘેરે જ્ય્હાં ભય એમ, 


  1. મણિલાલ દ્વિવેદીના “ઉત્તરરામચરિત માં પ્રિયે રે તે તે મમ વીસરાય ” ઇત્યાદિ લાવણીઓ છે તે ચાલની.