આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪


( વસન્તતિલકા. )
“મોંઘી વિશુદ્ધ કળી જો ! નવી માધવીની
વેરે સ્મિતો નવલ ચાંદનીશાં રસીલી,
તે કીટદંશથી અજાણ પડી વિનાશે,
શું એ પ્રફુલ્લ ફરી જીવનમાર્ગ જાશે ?”

(ખંડહરિગીત.)
“કદી નહિ ! એ કદી નહિ !
ઘુવડ ઘુરકે– “કદી નહિં !”૨૨

“કદી નહિં ! શું કરદી નહિં !
ભૂત નવ ભાવિ બને ?
સ્ત્રાત નીચે ગયું વહી
તે પાછું નવ ઊંચે ચઢે ?”૨૩

“પ્રેમગાનો રેડીને
મધુર મુગ્ધાકાનમાં,
યુવક વચનો ફેડીને
ચાલ્યો પીવા જળ ઝાંઝવાં;૨૪

યુવક એ સુખસેવને
સાચી પ્રેમસુધા કંઈ
ચાખશે આ જીવને ?
—ઘુવડ બોલ્યો-“કદી નહિં !” ૨૫