આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૪
ત્હારે અને હવે.


(વસંતતિલકા.)
સન્ધ્યા તણા ઉદરમાં રવિમુર્તિ ડૂબી,
ને આ કિરીટરચના કિરણોની ઊભી !
લાંબા પટા કંઈ ગુલાબી પિરોજી આછા
આરાવલીસમ કિરીટ વિશે વિરાજ્યા.

ને એ કિરીટશિખરે મણિ શુક્ર કેરો
આશાતણી કણી સામે ચમકે અનેરો;
નીચે ત્રિકાળતણું ગાન ગભીર ગાતે
આ સિન્ધુરાજ ઘન શાન્તિ વિશે સમાતો.

(સોરઠા.)
ગિરિટોચે રહી આમ રચના જોતો સ્તબ્ધ હું;
હૃદયવિશે ઉદ્દામ ઊંડા ભાવ રહ્યા કૂદી.
અદશ્ય જો! ત્ય્હાં, ગાન, જુજવાં, ઝીણા ઉપન્યાં,
સુણતો હું ધરી ધ્યાન ધ્વનિ ઊંડા અશરીર એ,

(૧)
(ખંડહરિગીત.)
“હુદય તું મુજ પ્રાણ તું,
કૌમુદી મુજ નેનની, –