આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૧


કિસા ગોતમી.

( રાગ સોરઠ. )
એમ કરતાં સાથ સહુ આબ્યો નદીકિનાર,
હેવે સમયે આવતી યુવતી ક્ તે હાર રે. ૧

( લલિત છંદ. )
યુવતિ તે મળી શાક્યનાથને, ચરણપંકજે જોડી હાથને
નમન નમ્રતાભાવથી કર્યું, વદન આંસુડે ભીંજિયું ઘણું. ૨

નયન છે શીળાં જો કપોતીનાં, નયન તેહવાં એહ રોતીનાં;
યુવતિ ત્ય્હાં પછી દીન વાણીએ વચન ઉચ્ચારી ભાવ આણીને. ૩

( ઢાળ. )
ભાવ આણી બોલી વાણી વિનત વનિતા ત્ય્હાં પછી,—
“ઓ નાથ ! આંહિં ત્હમે જ આવ્યા ! દીનપર કરુણા કરી. ૪

પેલી તટતરુરાજિમાં મુજ પર્ણકુટીમાં હું વસું,
ને બાળ મુજ ઊછેરતી રહી, દુઃખ જાણ્યું નહિ કશું. ૫

નાથ એ વટરાજિમાં કરી ત્હેં જ કાલ્ય દયા ઘણી,
દીધું વચન બાળ ઉગારવા,” બહુ દીન તે યુવતી ભણી. ૬

“બાળુડો મુજ ખેલતો ચાલી ગયો તરુણુંજમાં,
કંઈ કુંપળપર્ણ વિશે જ દીઠો કુટિલ એક ભુજંગ ત્ય્હાં; ૭