આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
129
 

– ને પાંચો વધુ નજીક આવ્યો.

“એલા, પણ બેટાના હાથની મૂઠી કેમ બિડાઈ ગઈ છે ?”

“કશું ચોર્ય કર્યું તો નથી ના ?”

“કશો બંબગલોલો તો નથી છુપાવ્યો ને બેટાએ ?”

“મૂઠી ખોલો એની.”

“પણ બેટો ઉઘાડે છે જ ક્યાં ?”

“ભારી જકડી રાખી છે બેટાએ.”

“અરે ન શું ઉઘાડે ? અક્કેકો જણ અક્કેકી આંગળીને પકડી મરડી નાખો !”

“મારા બેટાની મડાગાંઠ પણ જબરી !”

આખરે એ મુર્દાની મૂઠી ઉઘાડી શકાઈ. ઊઘડેલી મૂડીમાંથી ધરતી પર કશુંક સરી પડતું જોઈને સહુ હસ્યા : મારો બેટો ! ધૂળની ચપટી લીધી, તો તેનેય છોડી નહિ. ભેળી લઈ જવી’તી બેટાને ! હા-હા-હા-હા-હા.”

“લ્યો, હવે એને ઝટ ઠેકાણે પાડીએ. નાહકની હોહા થાશે.”

ઊપડેલા એ મુર્દાના લબડતા હાથમાંથી પેલી એણે સૂબાની સન્મુખ ઉપાડેલી ચપટીભર માટી જ્યારે પાછી પૃથ્વીની ગોદમાં ઠલવાતી હતી, ત્યારે પાંચિયો ત્યાંથી ખસી ગયો હતો; એક ઝાડના થડની પછવાડે લપાઈને, બાપના દેહને અબોલ વિદાય દેતો હતો. બાપુની લબડતી હથેળીમાં ધરતી માતાના છેલ્લા ચુંબન સમા ધૂળડાઘા એણે દીઠા. એક ઢેફું ધૂળ સુધ્ધાં એને ન લઈ જવા દેનાર રાજસત્તાનું તેણે પિતાને કોરડા લગાવનાર ફોજદારના સ્વરૂપમાં દર્શન કર્યું. સંધ્યાકાળ સુધી એ ત્યાં જ લપાઈ રહ્યો.

સાંજ નમી ને અંધકારના ઓળા ભમવા લાગ્યા. દિવસના મુર્દા ઉપર રાત્રીએ કફન ઓઢાડ્યું.

તે વખતે ફોજદાર પાંચિયાના બાપની લાશને ઠેકાણે પાડીને પાછો ફરતો હતો. એનો ફાનસવાળો ઑર્ડર્લી આગળ નીકળી ગયો. ફોજદારના બૂટ પણ હુટ-હુટ-હુટ ઘુવડનાદ કરતાં એકસરખા કદમે ચાલ્યા જતા હતા.

પાંચિયાએ બિલ્લીપગે એક દોટ દીધી. કોણે જાણે કોણે એનાં