આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
136
પલકારા
 

“આવો, જૂરીના સભાસદ સાહેબો ! આ ખુરસીઓ માથે બેસો, બેસો, હેં-હેં !”

બહારવટિયાએ પોતાના મોં ઉપર પંજો પસાર્યો. હર એક લાશ ઉપર એણે નિગાહ ફેરવી : ભાઈઓય આ સાતેય સાહેબોને ખુરશી પર બેસાડો. એ બેસી શકતા નથી.”

સાથીઓએ સાથે મુર્દાઓને ખુરસીઓ ઉપર બેઠક રચાવી. ને બહારવટિયો પ્રત્યેકની પિછાન લેવા લાગ્યો : “તમે ! તમે તો … ગામના ખેડુ ને ? … નામના. તમારા બાપનું નામ …, નહિ ?”

મર્દુ એની સામે તાકતું હતું.

“સાચું ને ? મેં ઓળખી કાઢ્યા ને તમને ? હેં હેં ! ત્યારે એમ છે, ભાઈ ! હું દસ વરસનો હતો તે દી દીઠા’તા તોય તમને ન ભૂલ્યો, કેમ ?”

એ રીતે સાતેયનાં નામ-ઠામ લઈને પાંચિયો ન્યાયાસને બેઠેલા સાથી તરફ બોલ્યો : “આમનાં નામ લખ્યાં ને, સા’બ ?”

“લખ્યાં, લખ્યાં, હવે જલદી કર ને !”

એને લખતાં નહોતું આવડતું.

“ચૂપ મર !” એ નિત્યની આદતનું વાક્ય બોલીને બહારવટિયે નાટક આગળ ચલાવ્યું : “મે’રબાન ન્યાયમૂરતિ ! ભૂલચૂક માફ કરજો. ને હવે જૂરીના નામદાર સભાસદ સાહેબો !”

બહારવટિયો સાત મુર્દાં તરફ ફર્યો. પછી એણે વકીલની નકલ આદરી : "જુઓ મહેરબાનો ! આ મારા અસીલો, આ સાત ને બે નવ જણા : કેટલા નિર્દોષ છે ! કેટલા ભલા છે ! કેટલા ખાનદાન ! તેમણે આપણા સારુ કાયદા ઘડ્યા. તેમણે આણા ભલાને માટે આપણા જરજમીનની જુમ્મેદારી સંભાળી લીધી - હેં હેં ! તેમણે ને તેમના જેવા તમામ અધિકારી સાહેબોએ આપણે માટે, આપણાં બચ્ચાંને માટે, આપણી ઓરતો ને બેન-બેટીઓ માટે શું શું નથી કર્યું ? બોલો !”

પોતે થંભ્યો. બારિસ્ટરનાં નખરાંની નકલ કરીને બંકી ગરદન નમાવી. હાથના પંજાને પ્રશ્નાર્થચિહ્‌નનો મરોડ દીધો. ફરી કહ્યું : “બોલો ને,