આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનો સાદ
159
 

તો સારું કરી બતાવ.”

“શી રીતે ?”

“આજ રાતમાં જ એ મથક ઉપર પડીને.”

“અરે, ભલા આદમી ! ત્યાંના ગઢમાં કેટલી ફોજ ને કેટલો દારૂગોળો છે એ જાણ છ તું ?”

“હું તો એ કશું નથી જાણતો.”

“ત્યારે ?”

“બસ, એટલું જ કે મારું છપાવેલું જો ખોટું પુરવાર થશે તો મારી નોકરી જશે ને –” પત્રકારે ગજવામાંથી પેલાં પાંચ બાળકોની તસવીર કાઢી બતાવી; “આ બધાં રઝળી પડશે.”

“પણ છાપાની ભૂલ બીજે દા’ડે તારો ધણી ન સુધારે ?”

“ના, મેં ભૂલ કરી છે એ હું કબૂલ કરવા જ તૈયાર નથી ને ? એમાં મારી આબરૂનો સવાલ છે. મારું લખ્યું સાચું પાડ તો જ તું ખરો ભાઈબંધ !”

એમ કહીને છાપાવાળો ભાઈબંધ મોં ચડાવીને બેઠો. બહારવટિયો એને મનાવવા લાગ્યો. છાપાવાળાની જીભ ન છૂટી. એણે કહ્યું : “આજ મારું પહેલું જ વેણ જો પાંચાભાઈ તરછોડે તો તો પછી ધૂળ પડી આપણી ભાઈબંધીમાં.”

“ભાઈબંધીમાં ધૂળ પડે તો તો લ્યાનત છે જિંદગાનીને ઊઠ, આજ રાતમાં કાં એ ગઢનો વાવટો પાડું છું, ને કાં ત્યાં મારી મરણસોડ તાણું છું. ઊઠ, ભાઈબંધ !”

તે રાત્રીએ રાજસત્તાના ટકાવનો છેલ્લો મોરચો ફેંસલ થયો. જનમભોમનો નેજો એ નગરની રાજકચેરી પર ફરકતો થયો.

વધાઈ લઈને બહારવટિયાનું સૈન્ય ભાઈજી પાસે ગયું.

[13]

એ જ વખતે રાજધાનીમાંથી આવેલો તારનો સંદેશો વંચાતો હતો : ભાઈજીના વિપ્લવી સાથીઓએ લખ્યું હતું કે -

“રાજાએ ગાદી છોડી છે. લોકશાસનનો સ્વીકાર થયો છે. તેના પ્રથમ