આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
164
પલકારા
 

રંગાલયો, વ્યાખ્યાનગૃહો, ઈસ્પિતાલો, સંગ્રહાલયો, પ્રદર્શનો વગેરેની તો જાણે કોઈ જાદુઈ સૃષ્ટિ રચાઈ ગઈ છે. હજારો મજૂરો ને કારીગરો રાતપાળી કામ કરે છે.

ભાઈજી રોજ એ લોકકલ્યાણની નવસંપત્તિ જોવા નીકળે છે, ત્યારે લોકોની સલામો ઝીલતા એના બેઉ હાથને નિરાંત નથી રહેતી.

આ બધું સાંભળીને પાંચો એકાન્તે ઊંડા નિઃશ્વાસ મુકતો.

મારા ખેડૂતોનું કેમ હજુ કશું નથી થતું ?

એ એની સમસ્યા હતી.

ગામડાંમાં હજુ જુનવાણી વહીવટ કેમ ટકી રહ્યા છે ?

ખળાવાડો કેમ રઝળે છે ?

દવા લેવા પાંચ ગાઉને પલ્લે કેમ લોકોને જવું પડે છે ?

ગોચર હજી મોકળાં કાં નથી મેલતા રાજના વહીવટદારો ?

પાંચાને ને અમલદારોને વારંવાર ચકમક ઝરતી હતી. પાંચો રાજ્યાધિકારીઓને કોઈક વાર ઠોંઠ-ઠાપલી પણ કરી લેતો.

‘ગોલકીના !’

‘રાજના કુત્તા !’

‘ભુખડીબારશ !’

એવા એવા શબ્દો એ અમલદારોને ચોપડતો. પાંચો ઘણુંખરું ખેડું ભાઈઓની મુશ્કેલીઓના નિકાલ પોતે કરી લેતો.

પોતાના ગામના છોકરા ત્રણ ગાઉ પરના એક ગામડાની નિશાળે ભણવા જતા. કોઈ કોઈ વાર પાંચો એ માર્ગે વગડામાં ભાંગલી વાવના કાંઠા પર બેસતો ને એકાદ બાળકને ત્યાં રોકી આવા કાગળ લખાવતો : “ભાઈજીને માલમ થાય જે તમે ભોળા છો. તમારો સેનાપતિ કપટી છે. તમને આ બધા કુત્તાઓ ફાડી ખાશે. તમે ખેડુનું કંઈ કર્યું નહિ. ફટ છે તમને ! વધુઘટું લખાણું હોય તો માફ કરજો, મે’રબાન ! તમે મોટા માણસ થઈ ગયા. લખિતંગ પાંચાના જુહાર.”

એવા તો ઘણા કાગળો લખાવી લખાવી. નીચે ગોધોની આકૃતિ