આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
પલકારા
 

રોપાયું હતું. પુત્રના લક્ષણ પારણામાંથી પરખાય એ ન્યાયે તેઓશ્રીની પ્રતિભા અહીંથી જ ઝલકી રહી હતી. મને એ વાતનો ગર્વ છે, કે એમની આ યશસ્વી કારકિર્દી સાથે આપણી શાળાનું નામ સદા જોડાયેલું રહેશે હું હવે તેઓશ્રીને ઇનામની વહેંચણી કરવા માટે વીનવું છું.”

તાળીઓના ગગડાટ વચ્ચે પ્રોપ્રાયટર સાહેબ આજના અતિથિને મસ્તક નમાવી બેસી ગયા અને અતિથિ ઊભા થયા.

ઊંચા રેશમનો, સુંદર વળાંકવાળો ને બંધબેસતો સૂટ એમણે પહેરેલો હતો. તાજી હજામત અને ખુશબોદાર ક્રીમના લેપે એમના મોંને અનેરી ચમક આપી હતી. પગથી માથા પર્વતની ટાપટીપમાં કશું જ બનાવટી નહિ પણ જાણે બહુ જ સ્વાભાવિક, રોજિંદું, બંધબેસતું યૌવન ઝલકતું હતું. ખરી જુવાનીનો એ નમૂનો હતો. ને એમના આ જોબનને ઝુલાવતાં પેલા ગ્રેજ્યુએટ માશૂકનું મંદ મંદ હાસ્ય પણ એમની બાજુમાંથી મહેકી રહ્યું હતું.

એ ઊઠયા, આમ તેમ જોઈ, ધીરેથી એમણે ગજવામાં હાથ નાખ્યો. એક ગલપટો કાઢીને ગળા ફરતો લપેટ્યો; ને એણે શરૂ કર્યું :

“વહાલા વિદ્યાર્થીઓ !”

બરાબર ફાવતું ન હોવાથી, એમણે અટકીને ચારેય બાજુ નજર દોડાવી. પછી કશુંક યાદ આવ્યું હોય તેમ તેણે કહ્યું:

"મને મારી જૂની નેતરની સોટી આપજો તો ! ત્યાં કબાટ પર હશે. મેં તે દિવસે ત્યાં જ મૂકી હતી.”

ત્રણ-ચાર વર્ષો પરની સોટી શોધાઈ ને એમના હાથમાં મુકાઈ. જૂના વાત્સલ્યની લાગણીથી સોટીને પંપાળતા, કમાન વાળતા, ચમચમાવતા એ બોલી ઊઠ્યા :

"હાં, બસ ! હવે મને બરાબર મજા પડશે. હવે હું માસ્તર સાહેબ થયો, ખરું કે ?”

"માસ્તર સાહેબ ! માસ્તર સાહેબ !” અવાજો ઊઠયા.

ત્રણ વર્ષ પૂર્વેના સાગરઘેલડા માસ્તર સાહેબની અદાથી એક છોકરાઓની સામે સોટી ચીંધાડી કહ્યું : “તમને મળીને મને ઘણો હર્ષ થાય