આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
પલકારા
 

તે મારી આંગળી ચીંધીને કહેતા હતા કે –

“ચેરાઈ ગયેલ છે.”

વકીલો પોતાની ઑફિસોની મેડીઓ પર ઊભીને પરસ્પર આંખ મીંચકાવી કહેતા હતા કે –

“ખલ્લાસ, ચેરાઈ ગઈ.”

અધિકારીઓના ટોળાને જમવા તેડી જનાર નગરશેઠ પોતાની લાકડીના છેડા વતી ચીંધામણું કરીને બોલ્યા કે –

“જોઈ લ્યો, સાહેબ ! આ એ પોતે જ – ચેરાઈ ગયેલી.”

"આ પોતે જ એ ચેરાઈ ગયેલી ! આ પોતે જ ?”

એમ કહીને અધિકારીઓએ પણ પોતપોતાના હાથમાં સોટી, લાકડી, સ્ટેથોસ્કોપ, કાગળનું ગૂંચળું વગેરે જ કંઈ હતું તે વડે ચીંધામણું કર્યું. જેઓની પાસે આવું કશું સાધન નહોતું તેઓએ પોતપોતાના જમણા હાથની (-ને થાણદાર સાહેબ ડાબેરી હોવાથી ડાબા હાથની) મોટી આંગળીથી ચલાવી લીધું.

ચેરાઈ ગયેલી!

ફક્ત નવા નિમાઈ આવેલા મુન્સફ જ એટલું બોલ્યા કે “ભાઈસાહેબો ! ચીંધામણું કર્યા વગર જ વાતો કરો ને !”

ત્યાં તો એમની સહુની ગાડીઓ ધર્માલયને દરવાજે પહોંચી ગઈ. અને એક ઊંચી કાઠીની, રેશમી વસ્ત્રે શોભતી સ્ત્રીને વીંટળાઈ મંગળ ગીતો ગાતું ગાતું સ્ત્રીઓનું ટોળું પણ દૂર દૂર અદશ્ય બની ગયું; દુકાને દુકાને ગુંજાઈ રહેલ “ચેરાઈ ગયેલી’નો ધ્વનિ પણ ચૂપ થઈ ગયો. કોઈએ કોઈને પૂછ્યું નહિ કે એ “ચેરાઈ ગયેલી’ના જીવનમાં એવું શું પાપ પેસી ગયું હતું? ક્યારે પેઠેલું? કોણે દીઠેલું? ક્યાં દીઠેલું? શું દીઠેલું?

એવી તપાસની જરૂર હોતી જ નથી. એક જ વાર, એક જ ગામલોક – ગમે તેવો લબાડ પ્રજાજન – આંગળીનું એક જ ટેરવું જેની સામે તાકે, અથવા આંગળીથી યે વધુ ભયંકર એક આંખ-ઇશારો કરીને જે કોઈ સ્ત્રીજનને ચીંધાડી દે, સાથે સાથે એક જ વાક્ય બોલી કાઢે, કે “ચેરાઈ ગઈ