આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
પલકારા
 

ભવ્ય ભક્તિ વચ્ચે એકજંગી સંગ્રામ ચાલતો હતો. દુભાયેલો સ્નેહી ! ઊભો જ હતો; રાતો તાતો થઈને જવાબ માગતો હતો : “અમને અપમાન્યા શા માટે, માલા ?”

માલો એટલું જ બોલી શક્યો : “સૂતેલાં માનવી સાંભરે છે.”

એકાએક આકાશમાં પક્ષીના ઘેર ઊડયા. માલાની નજ૨ ઊંચે ગઈ, એણે પંખી ઓળખ્યાં. પાંખોના અને ચાંચોના રંગો પારખ્યા. જંગલી જીવનનો એ વિજ્ઞાનવેત્તા ઊઠીને હાકલ કરવા લાગ્યો : “હાલો, ભૈયા ! હાલો ઝટ ! આ પંખીડા નિશાની કરે છે કે સાબરનું એક જબરું ધણ ડુંગરાને પેલે પેટાળથી આણી મેર ચાલ્યું આવે છે. હાલો ! હાલો ! હાલો !”

“હાલો ! હો-હો ! હો-હો !” એવા ચસ્કા પાડતાં ગામલોકો ડગલા ચડાવી, તીરકામઠાં લઈ, હોડી ઉપર ચડી બેઠાં, ડુંગર ઉપર દોટાદોટ ને રીડેરીડ મચી રહી.

[5]

“આઠ મહિનાનું બળતણ સંઘરી લીધું ગામે. એ બધા પ્રતાપ, માલાના ! માલો થાવો છે ક્યાંય !”

આવી વાતો કરતા લોકો ઢોલક બજાવે છે. સાબરનાં શીંગડાં માથા પર પહેરીને નૃત્ય કરે છે. શરૂ થતા શિયાળાનો આઠ મહિના સુધીનો સામનો કરવા માટે સાબરનું છેલ્લું ધણ હાથ કરી શક્યા તે માલાની જ બુદ્ધિચાતુરીનો પ્રતાપ હતો. વનસ્પતિના એક તરણાથી પણ બેનસીબ એવા એ બરફમય મુલકમાં હાડકાં અને શીંગડાંનાં જ ઇંધણાં હતાં, ચોકમાં શીંગડાંનો ઢગ ચડયો હતો.

લોકોના ગુલતાનમાંથી એકલો પડીને માલો ઊભો છે. એની આંખો શીંગડાંના ઢગ ઉપર ચોંટી છે. એના મગજમાં કશાક ભણકારા ઊઠે છે. ધીરે ધીરે એ ખોપરીઓના ઢગલામાંથી જાણે કોઈક માનવીનું મોં પ્રગટ થાય છે. માલો એ ચહેરાને પારખે છે : જહાજના પોતે ખૂન કરેલા ગોરા સોદાગરનું જ એ પ્રેત છે જાણે.

માલાએ આંખો ચોળી, માથાના કેશ પંપાળ્યા, લલાટ પર હાથ