આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
74
પલકારા
 


જાણે એને ઓચિંતો કરાર વળ્યો. થીજી ગયેલા જળપ્રવાહ જેવું એનું હાસ્ય મોકળું થયું. ઊભરાતા બંધુભાવે એણે બેઉ ગોરાઓના હાથ પોતાના પંજામાં ચાંપી ચાંપી લગભગ હાડકાં ચગદી નાખ્યાં. અનોખું હાસ્ય ઢોળીને એણે આ ‘સારા ગોરાઓ'ની સરભરા કરી.

[10]

ગોરાએ કહ્યું: “જો ભાઈ ! મારું નામ હનઃ આનું નામ ટોમ. તારું નામ શું ?”

“કીરપીક !” માલાએ હસીને નામ કહ્યું.

"અહીં એક માલો હતો ને, માલો !”

“માલો તો દેવ-ડુંગરે ગાયબ થયો.”

ગોરા સમજ્યા કે માલો મરી ગયો. પરસ્પર એ બન્નેએ નિરાશાના. નિ:શ્વાસ નાખ્યા: ફેરો ફોગટ !

"બહુ થઈ !”

એ જ વખતે ગામના કુત્તા ભસી ઊઠયા. નવી ચાલી આવતી કુત્તાગાડીના ખખડાટ સંભળાયા. આવનાર ઓળખાયો; ગોરાઓ હર્ષથી બોલી ઊઠયા: “આપણો કાણિયો દુભાષિયો.”

માલાએ પણ ઓળખ્યો : “ઓહોહો - આવો આવો.”

કાણિયાએ પૂછ્યું : “સાહેબ ! તમને તો ગોતીગોતીને મારો ઠરડ જ નીકળી ગયો.”

“અરે, યાર ! અમે તો બરફનાં તોફાનમાં મૂવા પડયા હતા. આ કીરપીકની મહેરબાનીથી જ જીવતા રહ્યા.”

“કીરપીક !” કાણિયાએ માલા સામે નજર કરી : “કીરપીક કોણ ?”

ગોરાએ કહ્યું : “કેમ ? આ ભાઈ જ કરપીક છે ને?"

વિસ્મય પામેલા કાણિયા સામે માલો હસવા લાગ્યો. કાણિયો પણ હસવા લાગ્યો.

માલાનું હસવું ફક્ત એટલો જ સરળ અર્થ સૂચવતું હતું,કે દેવતાએ મને નવો જન્મ આપ્યો એ વાતની તને ખબર જ નથી ને, બેવકૂફ !