આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮ : પંકજ
 

એટલાં તે ભોળાં ન હતાં. પ્રભાકરને ઘરમાંથી ચાલ્યા જવાની ઈચ્છા થઈ પરંતુ સુકન્યા તેને આગ્રહપૂર્વક રોકી રાખતી. પતિને જાણી જોઈ બાજુએ મૂકી તેની જ સાથે તે એકલી ફરવા જતી અને એકલી વાતો કરવા બેસતી.

જયાને પણ બહુ બેચેની લાગવા માંડી. એ બેચેની આ મિત્રોનું ઘર તત્કાળ છાડવાથી મટે એમ હતું. પરંતુ ભગીરથ જયાને લઈ ફરવા જતો. અને શાન્ત પડી જતી જયાને વાતો કરતી નિહાળવા પોતે જ અતિ વાચાળ બની જતો.

પરંતુ આ સ્થિતિ લાંબો વખત ચાલી શકે જ નહિ. શસ્ત્રોની વૃષ્ટિ વચ્ચે રહેવું સહેલું છે; ઊંચા મનવાળાં પતિ-પત્નીના ઘરમાં મહેમાન બની રહેવું અસહ્યું અને અશક્ય છે.

ઓછાબોલા પ્રભાકરે એક દિવસ સુકન્યાને કહ્યું :

'હવે હું કાલે જઈશ.'

'શા માટે ?'

'હું અહીં આવ્યો છું તે તમારા જીવનમાં વિક્ષેપ પાડવા માટે નહિ.

'વિક્ષેપ શા માટે પડે?' સુકન્યાએ પોતાના સ્ત્રીત્વનું ગૌરવ ધરી પૂછ્યું.

'તું જોતી નથી ? ભગીરથને આપણો સંબંધ રુચતો નથી.'

'એને ના રુચે તો એ જાણે. એની આંખમાં તો કમળો છે.'

'એની આંખનો કમળો વધારવો કે ઘટાડવો ?'

'હું તદ્દન સરળ અને નિર્દોષ છું. પરંતુ મારું વ્યક્તિત્વ હું દબાવી દેવા માગતી નથી.'

'પણ ભગીરથને ન ગમતી વાત કરવાથી ફાયદો શો ?'

'ફાયદાનો પ્રશ્ન નથી, સિદ્ધાન્તનો સવાલ છે.'

'શો સિદ્ધાન્ત?'

'પુરુષમિત્રો સાથે સંસર્ગ રાખવાની મારે સ્વતંત્રતા હોવી