શેઠને બોલવાનો માર્ગ રહ્યો ન હતો, ત્રણે જણ મોટરમાં બેસી ગયા. બંગલાનાં બારણાં આગળ આવતાં જ અમલદારે રતિલાલના કાનમાં ધીમેથી કહ્યું :
'અરે માસ્તર !...એકાદ ખૂન તો કરવું હતું !'
એકાએક અંદર સરસ બૅન્ડ વાગવા લાગ્યું.