આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮ : પંકજ
 

રસોઈયો ફરી અટક્યો. તેણે વિનોદરાય તરફ જોયું અને ડૉક્ટર તરફ જોયું.

'ચાલ જલદી કર, ફાંફાં કેમ મારે છે?' ડૉક્ટરે ધમકાવ્યો

ધમકીની અસર નીચે રસોઈયાએ સરનામું આપ્યું. અને શિક્ષકે એક શિષ્ય સાથે વિનોદરાયની ગંભીર સ્થિતિની ખબર આપતો તાર મોકલાવ્યો.

સહુને ખાતરી થઈ કે વિનોદરાયનાં પત્ની છે. વિદ્યાર્થીઓ, શિક્ષક અને ડૉક્ટર તેમની આવવાની રાહ જોતાં બને એટલી સારવાર કરવા લાગ્યાં.

વિદ્યાર્થીઓની ક્રિકેટ મેચ તે દિવસે બંધ રહી.


'રમાબહેન ! આ તાર આવ્યો છે.' રસોડાની વ્યવસ્થામાં રોકાયેલી રમાને તેની ભોજાઈએ કહ્યું.

'કોનો છે? બધાં ખુશીમાં છે ને?” તારનું નામ સાંભળી અગમ્ય ચિંતાથી વ્યગ્ર બની રમાએ પૂછ્યું.

'વિનોદરાય છે.' ભાભીએ કહ્યું.

'શું તમે યે આ ઉંમરે મારી મશ્કરી કરો છો?' રમાએ અણગમો બતાવ્યો. રમાને માટે મશ્કરીની ઉંમર વીતી ગઈ હતી. તે તંદુરસ્ત હતી. દેખાવડી હતી, પરંતુ તેની વયનાં પાંત્રીશે વર્ષ તેના મુખ ઉપર ઊઘ્ડી આવતાં હતાં.

'હું ખરું કહું છું; તમને ત્યાં બોલાવ્યાં છે.' ભાભીએ કહ્યું. ભાભીને ખબર હતી કે વિનોદરાય સંબંધી વાત રમાના હૃદયમાં ક્લેશ ઉપજવતી હતી. ભાઈભાભીની રમા આશ્રિત હતી એ ખરું, પરંતુ તેણે પોતાની અંગમહેનત અને શાંત સ્વભાવ વડે પોતાના ગુજરાનનું ભાઈભાભીને માથે પડતું ભારણ ક્યારનું ભરપાઈ કરી આપ્યું હતું. રમા વગર તેના ભાઈના ઘરની વ્યવસ્થા અટકી પડતી