આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રમોદ કહેતો કે સહુ વખાણે એને વખાણવામાં આપણી વ્યક્તિવિશેષતા શી ? પછી પ્રમોદની ગુણગાથાની ગઝલો ચકલાંનાં પીછાં જેવી કોલેજમાં ઉડતી થઈ.

ક્રીકેટ રમતાં આવડે નહિ, છતાં ક્રીકેટના આચાર્ય હોય એવા ઘમંડીઓ તો દીઠા છે ને ? એમ વગર લખ્યે સાક્ષરત્વની છાપ એણે કોલેજમાં પાડી હતી.

સિનેમાઓની બધી નટીઓની પડદા પાછળની વાતો એ જાણતો, ને કહેતો, ને સહુને કુતૂહલ જગાડતો.

બેડબીંગ્ટન રમવામાં એ ઉસ્તાદ હતો. ત્રણ ત્રણ કલાક પીછાં ઉછાળતો; ને કહેતો કે ઉડતા પંખી ઉછાળવામાં પ્રભુને આનન્દ પડે છે એવો આનન્દ એને પડતો.

પોતાને એ Rationalist કહેતો; ને હાલતાં ચાલતાં, ગમે તો પ્રભુને ઉપહાસવાને કે નિજ મહિમા વધારવાને, પ્રભુનાં દૃષ્ટાંતો આપતો.

યુવકસંઘોમાં જાય ત્ય્હારે એ ખાદી પહેરતો, ને ટેનિસ કોર્ટ ઉપર હેટ પહેરતો. એનું સૂત્ર એમ સ્‍હમજાવતો કે Do in Rome as the Romans do.

યુવકસંઘનો એને એક ઉપપ્રમુખ ચૂંટ્યો હતો, પણ એણે સાભાર એ પદવી નકારી હતી. વર્ણાન્તર લગ્નોની ચર્ચાપ્રસંગે પ્રમોદ ખૂબ ખીલ્યો હતો. ‘અમારી નાતના શેઠ સનાતનતાના સ્થંભ છે. એમને હું પૂછું છું કે વેશ્યાવાડે જાઓ છો ત્ય્હાં વર્ણાન્તર લગ્ન ત્‍હમે કરો છો ? કે સવર્ણ ?’ એ દલીલને પ્રમોદ હાસ્યરસનો ભંડાર

૫૨