આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પુનર્મુદ્રણની પ્રસ્તાવના “પરી અને રાજકુમાર” નાટકસંગ્રહ પુનર્મુદ્રણ પામે છે. મુ. ભાઈસાહેબનાં નાટકે અને નાટિકાઓ હજી વંચાય છે અને ભજવાય છે. એટલું જ નહિ, પરંતુ હમણાં હમણાં તેમની માંગ પણ વધતી જાય છે એ અંગત રીતે આનંદ ઉપજાવે છે. હજી ત્રણ નવા નાટય સંગ્રહ પ્રસિદ્ધ થશે એટલું જણાવવાની આ સ્થળે તક લઈ લઉં તે તે અધાત નહિ જ કહેવાય. ભજવનાર અને વાચકોને આભાર. મહાવીર કુટીર; સહાય ફંડ ભાગલપુર (બિહાર) અક્ષયકુમાર ર. દેસાઈ પહેલી આવૃત્તિની પ્રસ્તાવના નાનાં ભજવવા જેવાં નાટક લખવાની વખત બેવખત થયેલી સૂચનાઓ ઉપરથી આ છ નાનાં નાટક તૈયાર થયાં છે. “પરી અને રાજકુમાર ', “કુંવરજી દેસાઈ ', અને “એક તક ” કાલેલ ગામે નાગર યુવકમંડળના વાર્ષિક સંમેલને પ્રસંગે ભજવાયેલાં પણ ખરા. ત્રીપાત્રો મળવાની મુશ્કેલીને વિચાર કરીને “કુંવરજી દેસાઈ લખાયેલું. નાટકની ભજવણી વિશે નાટકમાં આપેલી પ્રત્યેક સૂચનાને અનુસરી શકાય એમ બનતું નથી. રંગમંચની સગવડ પ્રમાણે ફેરફાર કરવાની જરૂર પડે છે જ. ઘણે સ્થળે તે દસ્યનું આબેહૂબ પણ ભાગ્યે જ