આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુંવરજી દેસાઈ:૬૧
 

કુંવરજી દેસાઈ : ૬૧ ચેાથેા ભીલ : અને બૈરાંછેકરાંના નિસાસા માથે લઈશુ. કુંવરજી ( સ્વગત ) જમીન આબાદ કરી મહેસૂલ વસૂલ કરવા બાસાહેબે મારી દેસાઈગીરી વધારી આપી. આ બિચારાઓને જમીન આપીએ તે। આ હાલતમાંથી ઊગરે નહિ ? (પ્રકાશ ) તમને બધાંને હું થોડીથોડી જમીન કાઢી આપુ તે તમે ખેડનું કામ કરે કે નહિ ? પાંચમા ભીલ : અરે ભાઈ! તમે શી વાત કરી છે? અમને તે કાઈ જમીન આલે ? કુવરજી : હું આપું”—તમે ખેડવા તૈયાર હા તા. છઠ્ઠો ભીલ ( હસીને) : આ ભાઈ ઠેકાણે હશે ખરા ? ભીલ-કાળીને જમીન ધ્રુવી? અમે તેા વગડાનાં વનચર ! કુંવરજી : વનચરમાંથી હું તમને માણસ બનાવુ, જમીન આબાદ કરી તમે આબાદ થાએ એટલી જમીન અત્યારે હું તમને ખેડવા કાઢી આપુ. સાતમા ભીલ : ભાઈ! તમે ક્રાણુ છે ? કુંવરજી ઃ હું ? (જરા કચવાઈને) હું કુંવરજી...દેસાઈ ! આઠમા ભીલ : અરે બાપજી ! પહેલેથી કહેવું હતું ને? અમે તે તમને ઓળખ્યા નહિ. પહેલે ભીલ : નામ તા રાજ સાંભળીએ છીએ. કૈંક રઝળતાંને તમે તા રોટલા ભેગા કર્યાં. ખીજો ભીલ : એવાને યે લૂટવા બેઠા ! ત્રીજો ભીલ : બાપા, રામરામ ! અમારી ભૂલ થઈ. [બધા ભીલેારામરામ કહી કુંવરજીના પગ આગળ બેસી જાય છે. ] કુંવરજી ( એળખાણુથી ગૂ"ચવાઈને ) : તેા પછી તમે બધા મારી પાસે આવજો.