આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 : પ્રયાણ ત્રીજું
૧૨૫
 

ઠણંકે સિંહ જ્યું ગોળી દધિકું વરોળી દેખો,
ભલેરી ઘીઆળી વીકાનંદા વાળી ભેંસ. ૬

સિંહ તણા પ્રાણ લેવે, બાણ સાંધે ચડી ચોટ,
નવે ખંડે ગઢે કોટે વખણાય નામ;
કંટાળા-ભોપાળ રામ નોળ એડી બાબે કમી
જોરાળા સમાપી એડી આહીરાંકા જામ. ૭

અર્થ

૧. માથાના ઠેલા દઈને પહાડનાં શિખરો ડગમગાવતી, ઝાડનાં મૂળ ઉખેડતી આ જોરાવર ભેંસ, જેનાં હાડકાં ગોળાકારે છે, જે થાકેલા હંસ માફક મલપતી ગતિએ ચાલે છે, ખાણ ખાઈને મદોન્મત્ત બને છે.

૨. શરીરનાં લક્ષણો તો હાથીનાં લક્ષણો સમાં છે. મીણના ગોળા જેવો મુલાયમ દેહ છે, મોઢાની નાળ્ય શોભે છે, શીંગો ખૂબ આંટા લઈ ગયેલ છે, ડોક (સાંકળ) પણ માપમાં છે.

૩. પથ્થરની કુંભી જેવી પગની ખરીઓ છે, ઘૂંટણ ચાર તસુ પહોળી કહું છું (કહાં). પગ દેવળના સ્થંભ જેવા છે. ધડાનો ભાગ ગોળા જેવો છે, છાતીનો હડો રૂપાળો છે. હાડ દૂધે ભરેલ છે. ડોક પાતળી છે.

૪. અંગોના ઘાટ હાથીદાંતના પાસા જેવા સરખા છે. પીઠભાગ પહોળો છે, ખોડખાંપણ વિનાનાં (નખોડા) એવાં લક્ષણોવાળી ને અંબોડાવાળી (આંટા લઈ ગયેલ શીંગડાવાળી) ભેંસને દેખી ગરાક (ગ્રાગ) હજાર (સેસ=સહસ્ત્ર) રૂપિયા આપવા ઈચ્છે.

૫. વેંત વેંતનાં તો આંચળ છે. પટાધર રામ નામના દાતારનાં આવાં દાન સર્વ રાજવીઓ જોઈ રહે. બબે ગોવાળ તો એને દોવા બદલવા પડે.