આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
પરકમ્મા :
 



નભમેં ફરનો
અગનિ ઝરનો
એમ પાય પનંગ સિરે ધરનો;
વખસેં મરનો
દધિકો તરનો
અરૂ કાશ કરત્ત સિરે ધરનો,
સબ સેલ ઘણો,
અરૂ એક બૂરો
પતિસે પલ એક જુદો પરનો.

રણમાં લડવું, ગિરિથી પડવું. તલવારની ધાર પર સૂવું, નભમાં ફરવું, અગ્નિ ઝરતો હોય તેમાં જવું, સાપને શિર પર મૂકવો, વિષથી મરવું, દરિયો તરી જવો, અને કાશીનું કરવત શિરે ધરવું, એ બધું સહેલ; પણ મુશ્કેલ ફક્ત એક પતિથી પલનો ય વિયોગ ! સાચું હશે ? સ્ત્રીને ખબર !

ફરી પાછું ‘ભૂચર મોરી’ અને એજ વીરભદ્ર નાગડા વજીરનો, એના સમર–મૃત્યુને બિરદાવતો દુહો–

ભલીયું વણ ભલા
નાગડા ! નર ન નીપજે.
જોયો જોમાના,
કાં કમ્મર કુંતા તણે.

ભલી ભોમકા વગર, કુળવાન માતાની કૂંખ વગર સાચો નર ન નીપજે. હે નાગડા ! મેં તો એવા બે જ જોયા. કાં એક જોમાને પેટે તું જન્મ્યો, ને કાં એક કુંતા માતની કૂંખે ભીમ પાક્યો.

વાહ વા ! માતાની યશોગાથા મળી. અને એ નાગડાની જનેતાનું નામ મળ્યું. જોમાબાઈ એ નામ પુસ્તક લખતી વેળા મને ન જડ્યું – સાંભર્યું. સમરાંગણની આખી કથા એ જનેતાના નામ વગર રહી ગઈ. કેવી ગફલત ! નોંધપોથીઓ પૂરી વાંચી નહોતો ગયો.