આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
પરકમ્મા
 

 મને યાદ છે. માર્ગે દોડી જતી અમારી મોટરમાં સ્વ. કાંથડભાઇએ અને અમૃતલાલભાઈએ મોં મલકાવીને મને પૂછ્યું હતું, ‘જુઓ તો ખરા, તમને અહીં આસપાસ કંઇ રહસ્ય દેખાય છે ?’ બેઉ હસે, મને ગતાગમ ન પડે, પછી અમૃતલાલભાઈ કહે, તારી રસધારની કથામાં તેં જ લખ્યું છે તે ભૂલી ગયો ? રાજાને ત્રુઠેલ શિવજીના આ પોઠીઆ નથી જોતો – એમ કહેતે કહેતે એ ધાર બતાવી.

પાછળ જોતો નહિ !

આકારે પોઠીઆ નથી, ધારની ટોચે ટોચે કુદરતે સીધી કાળી શિલાઓ છોડી દીધી છે. લોકકલ્પનાએ એ પથ્થરની લંગારમાં અન્ન લાદેલ પોઠીઆની વણઝાર કલ્પી. શંભુની આ અન્નપોઠ ક્યાં ચાલી જાય છે ? કાળાસર ગામમાં. ગામ ક્ષુધાર્ત હતું. બાર વરસનો દુકાળ પડેલો. ગામધણીએ પોતાના કોઠાર ખોલી છેલ્લા દાણા સુધી વસતીને નભાવી. ભંડાર ખૂટી ગયા. પ્રજાનો પ્રતિપાલ લાજી ઊઠ્યો. ‘મોં શું બતાવવું !’ બીજો માર્ગ હતો પણ ક્યાં ? આત્મવિલોપન એજ એનો આખરી રાજધર્મ હતો. એણે મહાદેવ સન્મુખ જઈને ખડ્ગ ખેંચ્યું. ‘હે નાથ ! આ લે આ મસ્તક-કમળ.’ શંભુએ માકાર કર્યો. ‘જા બાપ ! ઘોડો ગામ ભણી વહેતો મૂક. પાછળ જોતો નહિ.’ લોકપાલના ઘોડાની પાછળ અન્નની પોઠ ચાલી. અનંત લંગાર ચાલી આવે છે. ગામડું અનાજે ધ્રપધ્રપી ઊઠે છે. બહુ થયું. લોહપાલે પાછળ જોયું. બાકીના પોઠીઆ પાખાણ બન્યા. ઊભા છે હજુ–થંભીને ઊભા છે. ‘પાછળ જોતો નહિ !’ એ બોલના પડઘા પડે છે. પાછળ જોતો નહિ ! શ્રદ્ધા–આત્મશ્રદ્ધા હારતો નહિ ! હે મર્ત્યલોકના માનવી ! પાછળ જોતો નહિ. દૃષ્ટિ માંડજે ભાવિના ધ્રવતારકે.

લોકવાર્તાની રચના શું આ પ્રાકૃતિક પાષાણ–દૃશ્ય ઉપરથી થઈ હશે ? લોકમાનસ કેવા પ્રકારનું વાર્તાકાર છે ? જે કંઈ નિહાળે છે તેને કેવી રીતે જીવનમાં ઘટાવી કાઢે છે ! લોકકલ્યાણનાં સ્તોત્રો કેવી