આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૩૯
 


સૌરાષ્ટ્રી તેતર

ખેડૂત હતો. નવા પાકના તલ લાગ્યો. વહુને કહે કે સોઈ રાખો, આજ તો તલ ખાવા છે. રાતે ઘેર જઇ ખાવા બેસતાં તલ ઓછા થયા દીઠા. વહુ કહે, તમારી બેન ખાંડતાં ખાંડતાં બૂકડાવી ગઈ. વગર વિચાર્યે બહેનને મારી નાખી. પછી તલ ભરી જોયા તો બરાબર થયા. બહેનના શબ પાસે બેસી ભાઈ ઢંઢોળવા લાગ્યો—

ઊઠ બેન ! ઊઠ બેન !

તલ તેતલા
તલ તેતલા
તલ તેતલા

ઊઠ બેન, તલ તો તેટલા ને તેટલા જ છે. બહેન ન ઊઠી. ભાઇ મરીને તેતર સરજાયો. તેતરના અવતારમાં પણ વણજંપ્યો એ બોલ્યા જ કરે છે—

તલ તેલા
તલ તેલા
તલ તેલા

મારાં સભાજનોની સામે હું આ બેઉ ટુચકા ટાંકી બતાવતાં થાકતો નથી. એવા સામ્ય ધરાવતા ટુચકાઓએ મારી રસેન્દ્રિયને હમેશાં પુષ્ટ કર્યા કરી છે.

લાંબી લોકવાર્તાના સ્તંભો

રાજા રાજ ને પરજા સુખી રાજાના
ખાતો ખાય ને ભારતો ભરે રાજ્યનું
જાણને લાખ વર્ણન
ને અજાણને સવાલાખ.
સિતેર ખાન ને બોંતેર ઉમરાવ
ખખા દોતિયા રાજસભાનું
મેતા મસુદ્દી વર્ણન
કારભારી ચોપદાર