આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ બીજું
૮૫
 

‘ભાઇ દેદા ! વોય વોય વોય.
‘કુણુકલા લાડા ! વોય વોય વોય.
‘કેસરીઆ લાડા !
‘ગલાલિયા લાડા ! 
‘કુંવારા લાડા ! 
‘ઊપરણીની સોડે દેદા ! વોય.
‘કાચી કાતળિયે ભાદા ! વોય.

ભાદાદેદાના બારમાસી કૂટણને તમે અશિષ્ટ કહો, જંગલી કહો, કૂટનારીઓ પોતે પણ હસતી હસતી, રમૂજ રૂપે કૂટતી રાચે છે; પણ આ મુખ્ય વિચાર મને છોડતો નથી, કે માનવીના જાતીય પ્રશ્નની, આપણને જેવું આવડ્યું તેવે સ્વરૂપે માવજત કરવાનું આપણે ચૂક્યા નથી. કુંવારી દશામાં યુવાનનું અવસાન, એ આપણામાં એના વાસના-જીવનની સમસ્યા મૂકી જતું. સમાજ એનો વિચાર કરતો.

‘ઘોડી અને ઘોડેસ્વાર’ના શિલ્પી

ચીતળ ગામ પાસે ચગો છે. (નાગલિયો ને ચગલિયો=પથ્થરની દેરી).

આ ચગા પાસેથી જે છોકરા નીકળે તે બબે કાંકરા નાખતાં જાય. એ રીતે પાણાનો ગંજ થયો છે. એકવાર એક કંટ્રાક્ટરે એ પાણા ભરાવ્યા, ને એનું ધર બાંધ્યું. બાંધેલુ ધર થર થર થર કમ્પવા લાગ્યું.

એ સ્મારક વીસા ડેરનું છે. ભાવનગરના રાજા આતોભાઇ ચીતળ ઉપર કાઠીઓને જેર કરવા ચડ્યા ત્યારે ભગો ડેર નામનો આયર લડેલો.

માથું પડ્યા પછી ધડ રાંપીથી લડ્યું. હાથની આંગળીઓ કપાઈ ગઈ, તો આગળીયું ઊડી ઊડીને શત્રુઓના કપાળમાં લાગેલી.

રાંપીની પ્રાછટ બોલતી જાય—