આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પત્રદર્શનઃ ૧૩૭
 

'મારે ગામડે ગયા વગર ચાલે એમ નથી. વખતસર ગાડી મોકલજે, અને મહેમાનની કાળજી રાખજે. હું કાલે પાછો આવીશ.' કહી વ્યોમેશચંદ્ર ગયા.

'મહેમાનને તો તમે ઓળખતાં હશો.' લક્ષ્મીએ મંજરીને પૂછ્યું.

'મારે કોઈને ઓળખવું નથી. મને અહીં એકલી મરી રહેવા દે.' મંજરી બોલી અને કાંઈ સૂઝ ન પડવાથી આંખો દબાવી પાસુ ફેરવી સૂઈ ગઈ.

‘શું વ્યોમેશચંદ્ર જાણીને જાય છે ?' મંજરીએ સૂતે સૂતે પોતાની જાતને જ પ્રશ્ન પૂછ્યો.