આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬: પત્રલાલસા
 


'એટલો વિચાર કરવાનીયે ફુરસદ મળી એ અમારાં ધન્ય ભાગ્ય ! આજે મિલમાં નથી જવું ?' કટાક્ષમાં કુસુમ બોલી. કટાક્ષ મધુરો હતો; શબ્દની પાછળનો અભિનય જોવો ગમે એવો હતો, એમ મદનલાલને લાગ્યા છતાં તેમનાથી બોલાઈ ગયું :

'એ જ દુઃખ છે ને ? આજ તો મિલ બંધ રહેવાની છે. લોકો હડતાલ પાડશે એમ લાગે છે.'

‘તમે જો આમ અડધો કલાક મારી પાસે બેસી વાત કરી શકો તો હું એ જ ઈચ્છું કે મિલ સદાય બંધ રહે.' કુસુમે આશીર્વાદ આપ્યો.

પત્નીની મશ્કરી મદનલાલને ગમી. તેઓ હસ્યા, અને કાંઈ બોલવા જતા હતા એટલામાં જ મેજ ઉપર મૂકેલા ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

મદનલાલનું હાસ્ય ઊડી ગયું. તેમણે રિસીવર હાથમાં લીધું.

કુસુમે મદનલાલનો હાથ ઝાલ્યો, અને તેમને ખેંચીને તે બોલી :

'નથી સાંભળવાનો ટેલિફોન.'

'અરે જરૂરનું કામ હશે; છોડી દે.'

'ભલે જરૂરનું કામ હોય; આજે નથી કરવાનું.'

'અરે પણ તું કાંઈ સમજતી નથી. મિલમાં તોફાન હશે તો?'

'છો તોફાન હોય. બધાંને કપાઈ મરવા દો.' કુસુમે કહ્યું.

'એ કાંઈ ચાલે ? જરા વિચાર કર. તારી આવી ટેવ જ મને ગમતી નથી. તને બોલાવી એટલે તારું તોફાન શરૂ જ થઈ ગયું !'

આ અરસિક ધનવાનને પત્ની કરતાં પોતાની મિલ વધારે વહાલી છે એમ રમતિયાળ કુસુમને લાગ્યું. તેણે હાથ છોડી દીધો. તેનું મુખ ઊતરી ગયું.

શેઠે તરત ટેલિફોનમાં વાત શરૂ કરી :

'કેમ ? કોણ છે... હા... એ તો હું છું... હા હા, મદનલાલ... લોકો કામે લાગ્યા..વાહ ! પછી ?...કાલે જવાબ આપવાનો ?..સનાતન ? .... હા. ઘેર આવે છે.. માસ્તર છે... એણે રોક્યા ?... હું બહુ ખુશ થયો... તોફાન તો નથી ને ?... બહુ સારું.... સાંજે આવે છે.... અત્યારે જ બોલાવું ? ઠીક મિસ્ત્રીને મોકલો.. આગેવાનો અત્યારે નહિ. સાંજે...હું સનાતનને... સમજો - બરાબર સાંભળો... હું સનાતનને બોલાવી વાત કરું છું... મને મળી જાઓ... ખબર આપ્યા કરો... હું આજ નહિ આવું.'

રિસીવર મૂકી મદનલાલ કુસુમની પાસે બેઠો અને તેનો હાથ પોતાના હાથમાં તેમણે મૂક્યો.... કુસુમે તે હાથ તરછોડી નાખ્યો. ટેલિફોનમાંની