આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ પધ્ધતિ ઓછીવત્તી દાખલ કરવામાં આવી છે. મેં જાતે એ પધ્ધતિએ ચંપલ સીવતાં ને કાંતતાં પણ શીખવ્યું છે, ને તેનાં સારાં પરિણામ મેળવ્યાં છે. આ પધ્ધતિમાં ઇતિહાસ, ભૂગોળના જ્ઞાનનો બહિષ્કાર નથી. પણ હું જૌં છું કે, એ વિષયમોઢાની સામાન્ય માહિતી આપવાથી જ સારામાં સારી રીતે શીખવી શકાય છે. વાચનલેખન કરતાં પણ ।બ્બ। પધ્ધતિથી દસ ગણું જ્ઞાન આપી શકાય છે. બાળક કે બાળા જ્યારે સારાસારનો ભેદ પાડતાં શીખે ને તેની અભિરુચિનો કંઈક વિકાસ થાય પછી તેને કક્કો શીખવવો જોઇએ.આ સૂચના આજની શિક્ષણપધ્ધતિમાં ક્રાંતિ કરવાનું સૂચવનારી છે, પણ એથી પાર વિનાની મહેનત બચી જાય છે, અને વિદ્યાર્થીને જે વસ્તુ શીખવમાં ઘણો વધારે વખત લાગે તે આ રીતે એક વરસમાં શીખી શકે છે. આને પરિણામે બધી રીતની બચત થાય છે. બેશક વિદ્યાર્થી હાથઉદ્યોગ શીખતો થાય તેની સાથે સાથે ગણિતનું જ્ઞાન તો મેળવે જ.

પ્રાથમિક શિક્ષણને હું સૌથી વધારે મહત્વ આપું છું. મારી કલ્પના પ્રમાણે એ શિક્ષણ અત્યારના મૅટ્રિકમાંથી અંગ્રેજી બાદ કરીએ એના જેટલું હોવું જોઇએ.બધા કૉલેજિયનો એકાએક એમનું ભણતર ભૂલી જાય તો થોડાક લાખ કૉલેજિયનોની સ્મૃતિ આમ એકાએક ભૂંસાઈ જવાને લીધે જે નુકસાન થાય તે એક બાજુ મૂકો, ને બીજી બાજુ પાંત્રીસ કરોડ માણસોની આસપાસ જે અંધકારનો સાગર ઘેરાઈ વળેલો છે તેને લીધે રાશ્ટ્રને જે નુકસાન થયું છે ને હજુ થઇ રહ્યું છે તે મૂકો, તો પહેલું નુકસાન બીજાની આગળ કશી વિસાતમાં નથી. દેશમાં જે નિરક્ષરતા વર્તે છે તેના આંકડા પરથી લાખો ગામડાંમાં પ્રવર્તી રહેલા ઘોર અજ્ઞાનનો પૂરતો ખ્યાલ આવી શકે તેમ નથી.

હું તો કૉલેજની કેળવણી ધરમૂળથી પલટો કરું ને એનો દેશની જરૂરિયાતોની સાથે મેળ સાધું. યંત્રશાસ્ત્રના ને બીજા ઇજનેરોને માટે પદવીઓ રખાય. એમને જુદા જુદા ઉદ્યોગોની જોડે જોડી દીધેલા હોય ને એ ઉદ્યોગોને જે ગ્રેજ્યુએટો જોઇએ તેમને તાલીમ આપવાનું ખરચ એ ચલાવનારા જ આપે. દાખલા તરીકે, ટાટા કંપની પાસે એવી

૧૦