આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોય કે તે હાથઉદ્યોગ ચલાવી શકે. બીજું બાળક સાત વરસની ઉંમરે પણ કદાચ એટલું ન કરી શકે. એટલે આ બાબતમાં કશો ચોક્કસ નિયમ ન કરી શકાય.બધી વસ્તુઓનો વિચાર કરીને નિર્ણય કરવાનો રહેશે. તમે પૂછેલા ઘણા પ્રશ્નો પરથી જણાય છે કે, તમારામાંથી ઘણાનાં મનમાં શંકા ભરેલી છે. એ કામ કરવાનો ખોટો રસ્તો છે.તમારા મનમાં દૃઢ શ્રધ્ધા હોવી જોઈએ. આપણાં કરોડો બાળકોને જીવનની કેળવણી આપવા માટે વર્ધાયોજનાની કેળવણી એ જ ખરી આવશ્યક વસ્તુ છે એવી જે પ્રતીતિ મારા મનમાં છે તેવી તમારા મનમાં હોય તો તમારું કામ દીપી નીકળશે.એવી શ્રધ્ધા તમારામાં ન હોય તો તમારા અધ્યાપકોમાં કોઈક ખામી હોવી જોઈએ. તેઓ તમને બીજું કંઈ આપે કે ન આપે તો પણ આટલી શ્રધ્ધા તમારા મનમાં પેદા કરવાની શક્તિ તો એમનામાં હોવી જોઈએ.

શિક્ષણવિષયક કોયડા

સ₀ - પાયાની કેળવણીની યોજના ગામડાને માટે છે એમ મનાય છે, ત્યારે શહેરવાસીઓને માટે કંઈ રસ્તો નથી શું? એમને જૂની ઘરેડમાં જ ચાલવાનું રહ્યું છે?

જ₀ - આ સવાલ પ્રસ્તુત છે અને સારો છે, પણ હું એનો જવાબ हरिजनમાં આપી ચૂક્યો છું. જેટલું કામ હાથમાં લીધું છે તેટલું પાર પાડીએ તો પણ બહુ છે. આપણે જે કામ ઉપાડ્યું છે તે જ સારી પેઠે મોટું છે. સાત લાખ ગામડાંની કેળવણીનો પ્રશન ઉકેલી શકીએ તો હાલ તરતને માટે એટલું બસ થશે. બેશક કેળવણીકારો શહેરોનો પણ વિચાર કરે છે. પણ આપણે ગામડાંની સાથે સાથે શહેરોનો પણ પ્રશ્ન ઉપાડીશું તો આપણી શક્તિ નકામી વેડફાઈ જશે.

સ₀ - ધારોકે કોઈ ગામડાંમાં ત્રણ નિશાળ હોય ને દરેકમાં જુદો ઉદ્યોગ શીખવાતો હોય, તો એક નિશાળમાં બીજાના કરતાં શિક્ષણનો વધારે અવકાશ રહે, તો બાળકે એમાંની કઇ નિશાળમાં જવું?

જ₀ - એક ગામડાંમાં અનેક ઉદ્યોગ ન શીખવાવા જોઈએ, કેમ કે આપણાં ઘણાંખરાં ગામડાં એટલાં નાનાં છે કે તેમાં એકથી વધારે

૧૦૨