આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ₀ - કોઈ શિક્ષક એવો જોવામાં આવે કે જેના વિદ્યાર્થીઓનો મહિનો કાંત્યા પછી રસ ઊડી જાય, તો તે શિક્ષકને હું રુખસદ આપું. જેમ એક જ વાદ્ય પર સંગીતના નવા નવા સૂર નીકળી શકે છે તેમ શિક્ષકના એકેએક પાઠમાં નવીનતા ભરેલી હોવી જોઈએ. એક ઉદ્યોગ પરથી બીજા પર એમ ફેરબદલ કર્યા કરવાથી બાળકની સ્થિતિ એક ડાળથી બીજે ડાળ કૂદનાર ને ક્યાંય ઠરીઠામ ન બેસનાર વાંદરાના જેવી થઈ જવાનો સંભવ છે. પણ મેં આપણી ચર્ચામાં બતાવ્યું છે કે, શાસ્ત્રીય રીતે કાંતણ શીખવવા ઉપરાંત બીજા અનેક વિષયો શીખવા પડે છે.શરૂઆત કર્યા પછી થોડા વખતમાં બાળકને પોતાની તકલીથી અટેરણ બનાવી દેવાનું શીખવવામાં આવશે. એટલે, મેં શરૂઆતમાં કહેલી એ જ વાત ફરીને કહું છું કે, શિક્ષક જો ઉદ્યોગ શીખવવાનું કામ શાસ્ત્રીય વૃત્તિથી કરશે તો તે પોતાના વિદ્યાર્થીઓને અનેક વિધિવત વસ્તુઓ શીખવશે અને એ બધી વિદ્યાર્થીઓની સર્વ શક્તિઓના વિકાસમાં ફાળો આપશે.

ह૦ बं૦, ૫-૩-'૩૯


૨૭
વર્ધાપદ્ધતિના શિક્ષકોને

[વર્ધામાં ખોલવામાં આવેલા વર્ધા-પધ્ધતિના અધાયપન મદિરના ઉમેદવારોને હિંદુસ્તાનીમાં ગાંધીજીએ આપેલા ભાષણનો સાર 'વર્ધા અધ્યાપન મંદિર' એ શ્રી મહાદેવભાઈના લેખમાંથી નીચે આપ્યો છે. - સં.]

તમારું વ્રત અદ્ભૂાત છે. પાંચ હજાર અરજીઓ રાષ્ટ્રસેવા કરવાની ધગશની નિશાની નથી. હું ઇચ્છું કે એ હોય. એ તો શિક્ષિત અને અર્ધ-શિક્ષિતોની વિષમ બેકારીની નિશાની છે. વળી સરકારી નોકરી માટે રહેતી વૃત્તિની સાબિતી છે. મને ખબર છે કે, લોકો પોતાના પગારમાં ગેરકાયદેસર રીતે વધારો કરવા માટે સિપાઈગીરી અને શિક્ષકગીરી માટે અરજી કરે છે. હું માનું છું કે તમારામાંથી કોઈને આવી ઇચ્છા તો નથી. મારી આટલી

૧૦૪