આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અક્ષરજ્ઞાન અપાય છે તે કાયમાં રહેતું નથી. અને આવી, ખામી ભરેલી પ્રાથમિક કેળવણી પણ આપણાં લાખો ગામડાંમાંથી બહુ જૂજ ગામડાંને મળે છે. દાખલા તરીકે, મધ્ય પ્રાંતનાં કેટલાં ગામડાંમાં આવી પ્રાથમિક નિશાળો છે ? અને ગામડામાં જે પ્રાથમિક નિશાળો છે તે ગામડાંને કોઈ પણ ખાસ પ્રકારનું વળતર આપતી નથી.

એટલે તમે મને જે સવાલ પૂછ્યો છે તે ખરું જોતાં ઊભો થતો જ નથી. પણ આ નવી યોજના સંગીન આર્થિક પાયા પરા રચાયેલી છે એવો મારો દાવો છે, કેમકે એમાં બંધી કેળવણી કોઈ પણ ઉદ્યોગા દ્વારા આપવાની ગોઠવણ છે. કેળવણી ઉપરાંત એકાદ ઉદ્યોગા શીખવવો એવું એ યોજનામાં નથી, પણ કેળવણી કોઈ પણ ઉદ્યોગ દ્વારા આપવાની ગોઠવણ છે. તેથી જે છોકરાને, દાખલા તરીકે, વણાટ મારફતે કેળવણી મળે તે નર્યા કારીગરના મારતાં વાધારે સારો વણકર બનશે. અને વણકર એ આર્થિક દ્રષ્ટિએ નકામો છે એમાં તો કોઈ નહીં જ કહી શકે. આ નવો વણકર જુદા જુદા ઓજારો ઓળખતો હશે, બધી ક્રિયાઓથી વાકેફા હશે, અને કારીગરા વણકરના કરતાં તે વધારે સારાં પરિણામ બતાવી શકશે. ગયા થોડાક મહિનામાં આ પદ્ધતિનો જે અમલ થયો છે. તેનો અભ્યાસ કરવો હોય તો શ્રીમતી આશાદેવીએ ભેગાં કરેલા હકીકતો અને આંકડાનો અભ્યાસ કરવો જોઈએ. એ પરિણામ ધાર્યાં કરતાં પણ સારાં આવ્યાં છે. હું સ્વાશ્રયી કેળવણી કહું છું તેનો અર્થ આ છે. મેં ‘સ્વાશ્રયી’ શબડા વાપર્યો ત્યારે મારો આશય એવો ના હતો કે , કેળવણીને અંગેનો બધો – મકાન, સરસામાન બધાંનો – ખરચ એમાંથી નીકળી રહેશે; પણ મારી ધારણા એવી હતી કે, વિદ્યાર્થીઓએ બનાવેલી ચીજોના વેચાણમાંથી ઓછામાં ઓછો શિક્ષકનો પગાર તો નીકળી રહેશે. આમાં પાયુયાની કેળવણી યોજનાની આર્થિક બાજુ દીવા જેવી દેખાય છે.

તે પછી બીજી બાજુ છે તે રાષ્ટ્રીય જાગૃતિની. ગામઠી ઉદ્યોગો વિષેનો કુમારપ્પા સમિતિનો રિપોર્ટ તમે વાંચ્યો છે ખરો ? હિંદુસ્તાનની માથા દીઠ વાર્ષિક આવક રૂપિયા સિત્તેર છે એમ અત્યાર સુધી મનાતું આવ્યું છે. પણ કુમારપ્પાએ સાબિતા કર્યું છે કે, મધ્ય પ્રાંતના ગામડાંમાં

૧૦૮