આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માથાદીઠ વાર્ષિક આવક બાર થી ચૌદ રૂપિયા કરતાં વધારે નથી. પાયાની કેળવણી માટે કાંતણ અને બીજાં ગ્રામ ઉદ્યોગ એવી રીતે પાસાંડ કરવામાં આવ્યાં છે કે જેથી ગામડાંની જરૂરિયાત પૂરી પડે. તેથી જે છોકરામોને ગામઠી ઉદ્યોગો મારફતે કેળવણી મળે તેમણે પોતાનું જ્ઞાન પોતાનાં ઘરોમાં ફેલાવવું જોઈએ. હવે તમે જોશો કે, ગામડાંના ઉદ્યોગોને સજીવના કરવાથી ગામડાંના માણસની આવક સહેજે બમણી કરી શકાય એમ છે. તમે જો પ્રજાના સેવકો બનશો અને આ નવી શિક્ષણ યોજનામાં સક્રિયપણે રસ લેતા થશો, તો જિલ્લા બોરડોમાં ઘણાં ખરાં વિખવાદ પણ માટી જશે. હું આ સભામાં આવતો હતો ત્યાં મને એક નિશાળનો કાગળ મળ્યો. એ નિશાળમાં બાળકોએ રોજના ચાર કલાક કાંતીને ત્રીસા દિવસમાં રૂપિયા પંચોતેરની કમાણી કરેલી છે. જો ત્રીસ બાળકો મહિનામાં રૂપિયુયા પંચોતેર કમાઈ શક્યાં, તો હિંદુસ્તાનના પ્રાથમિક નિશાળનાં બાળકોની કમાણી કેટલી થાય, તેનો હિસાબ તમે સહેજે કાઢી શકશો.

વળી આ બાળકોમાં જે આત્મવિશ્વાસ અને સૂઝ પેદા થાય, અને પોતે દેશની આવકમાં વધારો કરી રહ્યાં છે ને આસમાન વહેંચણીના પ્રશ્નનો ઉકેલા આની રહ્યાં છે એ ભાન એમનામાં જાગે, તો એનું શું પરિણામ આવે એની કલ્પના કરો. એને પરિણામે રાજકીય જાગૃતિ આપોઆપ થાય. હું તો આશા રાખું કે, એ બાળકો સ્થાનિક બનાવો વિષે બધું જાણે, લાંચરૂશવત સદા વગેરેની વાત પણ જાણે, ને એ કેવી રીતે દૂર થાય એનો પણ વિચાર કરે. એ જાતની રાજકીય કેળવણી આપણાં એકેએક બાળકને મળે એમ હું ઇચ્છું. એથી એમનાં હૃદય ને બુદ્ધિ આવશ્ય ખીલશે.

પાયાની કેળવણીની અ યોજનાથી દેશની આર્થિક અને રાજકીય પ્રગતિમાં મદદ અવશ્ય થવાની છે એમ બતાવાને પૂરતો મુરાવો મેં આપ્યો છે, એમ હું માનું છું.

આટલું કહીને હું તમને એક વિનંતિ કરવા ઇચ્છું છું. હવે તમે અહીં આવા છો એટલે હું તમને કહું કે, તમે આ શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કરો, અને શુક્લજી અને આર્યનાયકજીને કહો કે તમે એને

૧૦૯