આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિષે શ્રદ્ધા લઈને જાઓ છો કે નહીં. મારી ખાતરી છે કે, તમે જો અને પૂરતી અજમાયશ આપશો તો ત્રણ મહિનાની અંદર તમે જોઈ શકશો કે તમે નિશાલોમાં નવચેતન આણ્યું છે અને બાળકોમાં નવી સ્ફૂર્તિ ને નવો પ્રાણ રેડ્યાં છે. બીજને ઊગી ફૂલીફાલીને વૃક્ષથતાં વાર લાગે, પણ તમે જે શિક્ષણરૂપી બીજ વાવશો તેનાં મર્યાદિત પરિણામ તમે થોડાં મહિનામાં જ જોઈ શકશો.મેં હિંદુસ્તાનની પ્રજા આગળ સાદામાં સાદી ચીજો - ક્રાન્તિકારતક ફેરફારો કરે એવી સાદામાં સાદી ચીજો - મૂકી છે; જેવી કે ખાદી, દારૂબંધી, ગ્રામઉદ્યોગોનો પુનરુદ્ધાર, ઉદ્યોગ દ્વારા કેળવણી. પણ તમે ચાલુ અમલના કેફમાંથી મહીં નીકળો ત્યાં સુધી તમે સાદામાં સાદી ચીજો પણ જોઈ શકવાના નથી.

તમે જે કરવું હોય તે કરજો, પણ તમને પોતાને ને અમને છેતરશો નહીં. તમને આ પદ્ધતિ વિષે ઉત્સાહ ન ચડતો હોય તો એ પ્રમાણે સાફસાફ કહી દેજો.

હવે મકાન અને સરસામાનના ખરચ વિષે બે શબ્દ કહીં લઉં. મકાનો જોવાની પાછળ ખર્ચ ન કરશો. કેમ કે એ ચોક્ખી ખોટનો ધંધો થશે. ઓજારો ને કાચા માલ પાચહ્ળ પણ તમારે ખરચ કરવું પડશે પન તે વર્સો સુધી માલનું ઉત્પાદન કરવાના કામમાં આવશે. તમે જે રેંટિયા, સાળ ને પીંજણો વસાવવા પાછળ પૈસા ખરચશો તે વિદ્યાર્થીઓના અનેક સમુહોને કામ લાગશે, મોટા યાંત્રિક ઉદ્યોગોમાં યંત્રો ને બીજા સરસામાન પાછળ પુષ્કળ ખરચ કરવું પડે છે, અને એનો ઘસારો પણ ઘણો થાય છે. આ વર્ધાની યોજનામામ્ એવું કશું નથી, કેમ કે સારી રીતે યોજેલી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં એવી કશી ચીજોની જરૂર પડવાની નથી.

એક છેવટની વાત. આપણી રાજકીય વ્યવસ્થામાં જે ફેરફારો ઝઝૂમી રહ્યાં છે તેથી તમે અસ્વસ્થ ન થશો. પ્રધાન મંડળો તો જેવાં આવેલાં તેવાં જશે. તેઓ એવી સમજથી આવેલાં છે કે, એમને ટૂંકામાં ટૂંકી નોતિસે નીકળી જવું પડશે. એમને ખબર હતી કે પ્રસંગ આવશે તો એમને સેક્રેટેરિયેટમાંથી ચાલીને જેલમાં જવું પડશે, ને તેઓ હસતે મોઢે ચાલીને જશે. પણ તમાર ને તમારા કાર્યક્રમનો આધાર

૧૧૦