આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૨
નવી તાલીમમાં દાક્તરીનું સ્થાન

આશાદેવી પોતાના કાર્યમાં મશગૂલ રહે છે અને મારો સમય બચાવવા ઇચ્છે છે. છતાં તેણે એક દિવસ મારી પાસે પાંચ મિનિટ માગી. તેમણે પૂછ્યું કે, નવી તાલીમવાળાઓને થોડું દાક્તરી જ્ઞાન પણ આપવું જોઈએ, એટલે હું દાક્તરી શીખવવામાં ચારપાંચ વરસ આપું?

હું સમજી ગયો કે, ગમે તેટલી મહેનત કરવા છતાં જૂની કેળવણીની અસર હજી નાબૂદ નથી થઈ. તેમણે એમ.એ.ની ડિગ્રી તો અંગ્રેજોની બનાવેલી યુનિવર્સિટી પાસેથી જ મેળવી છે ને? મારી પાસે તો કોઈ ડિગ્રી નથી. હાઈસ્કૂલમાં જે થોડું જ્ઞાન મળેલું, તેની મારી દૃષ્ટિએ કશી કિંમત નહોતી. એક સમયે થોડી હતી, પણ તેયે વરસો પહેલાં જતી રહી.વળી કુદરતી ઉપચારનો રસ તો મેં ખૂબ પીધો છે. મેં તેને કહ્યું કે,

"તમે કહો છો કે, આપણાં બાળકોની પહેલી તાલીમ પોતાની તંદુરસ્તી સંભાળવામાં અને બધી જાતની સફાઈની તાલીમ લેવામાં છે. હું કહું છું કે, આમાં જ આપણી બધી દાક્તરી આવી ગઈ.આપણી તાલીમ ગામડાંના કરોડો લોકો માટે છે. તેમના કામની છે. તેઓ કુદરતની નજીક વધારે રહે ઃએ, છતાં કુદરતી જીવનના કાયદા જાણતા નથી. જેઓ જાણે છે,તે પાળતા નથી, તેથી, તેમનું જીવન નજર સામે રાખીને આપણે નવી તાલીમ શરૂ કરી. આ તાલીમનું જ્ઞાન આપણને પુસ્તકોમાંથી જ ઓછું મળે છે? જે મળે છેતે કુદરતના પુસ્તકમાંથી મળે છે. એ જ રીતે કુદરત પાસે આપણે દાક્તરી પણ શીખવાની છે. આનો સાર એ કે, આપણે સ્વચ્છતાના નિયમો જાણી લઈને પાળીએ અને યોગ્ય ખોરાક લઈએ; તો આપણે પોતે આપણા દાક્તર બની ગયા. જે માણસ જીવવા માટે ખાય છે, પંચ મહાભૂતો એટલે કે માટી, પાણી, આકાશ, સૂર્ય અને વાયુનો મિત્ર બનીને તેમના સરજનહાર પ્રભુનો દાસ બનીને રહે

૧૧૫