આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે, તે બીમાર નહીં પડે; પડે તોપણ ઈશ્વરને આધારે રહી શાંતિથી મરણને ભેટશે; પોતાના ગમતા ખેતરની કોઈ ઔષધી મળશે તો લેશે. કરોડો માણસો આમ જ જીવે છે અને મરે છે. તેમણે દાક્તરનું નામ સુધ્ધાં સાંભળ્યું નથી, પછી મોઢું તો ક્યાંથી જ જોયું હોય? આપણે આવા બનીએ અને આપણી પછી ગામડાંના બાળકો તથા તેમના વડીલો આવે છે. તેમને પણ આમ જ રહેતાં શીખવીએ.દાક્તરો કહે છે કે, સોમાંથી નવ્વાણું જણ ગંદકીથી, ન ખાવાનું ખાવાથી, ખાવો જોઈએ તે ખોરાક ન મળવાથી અને ભૂખથી મરે છે. જો આ નવ્વાણુંને આપણે જીવનકળા શીખવીએ તો બાકીનાં એકને ભૂલી શકીએ. અને તેને ડૉક્ટર સુશીલા નાયર જેવાં કોઈ ડૉક્ટર જરૂર મળી રહેશે. તેની ફિકર આપણે કરવાની ન હોય. આજે તો આપણને નથી ચોખ્ખું પાણી મળતું, નથી ચોખ્ખી માટી મળતી, નથી ચોખ્ખી હવા મળતી. આપણે સૂર્યથી સંતાઈને રહીએ છીએ. આ બધાંનો વિચાર કરીને યોગ્ય ખોરાક યોગ્ય રીતે લઈએ, તો કેટાલાયે યુગોનું કામ થયું સમજજો.તેનું જ્ઞાન મેળવાને માટે નથી જોઈતી ડિગ્રી, નથી કરોડો રૂપિયા જોઈતા; કેવળ ઈશ્વર ઉપર શ્રદ્ધા, સેવાની ધગશ, અને પંચ મહાભૂતોનો થોડો પરિચય તથા યુક્તાહાર અને જ્ઞાન જોઈએ. આટલું તો આપણે શાળા કૉલેજના શિક્ષણ કરતાં ઓછી મહેનત અને ઓછા સમયમાં મેળવી શકીએ."

ह०. ब०, ૧-૯-'૪૬

૧૧૬