આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કર્યો છે* [૧] તે મને ગમે છે. એમને અમુક -પાંચેક -વરસ લગી પોતે જે વિષયમાં યોગ્યતા મેળવી હોય તે ભણાવવા પાછળ આપવાની ફરજ પાડવી જોઈએ, અને તે મુદ્દત દરમ્યાન દેશની આર્થિક સ્થિતિને છાજે એવા ધોરણે આજીવિકા માટે પગાર આપવો જોઈએ. ઊચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં શિક્ષકો ને અધ્યાપકો બહુ જ ઊંચા પગાર માગે છે તે પ્રથા નીકળી જવી જોઈએ. ગામડામાં અત્યારે જે શિક્ષકો છે તેમને બદલે બીજા કાબેલ માણસોને મૂકવા જોઈએ.

ह.बं.,૧-૮-૩૭

["કેળવણીનો કોયડો" એ નોંધમાંથી]

"નવા સુધારાની સૌથી મોટી વિપરીતતા તો એ છે કે, આપણા બાળકોને કેળવણી આપવાને આપણી પાસે દારૂની આવક સિવાય બીજા પૈસા જ નથી રહ્યા. એ કેળવણીનો કોયડો છે. પણ આપણે એથી હાર ખાવાની જરૂર નથી. આપણે એ કોયડો ઉકેલતાં ગમે તેટલો ભોગ આપવો પડે તોયે આપણાથી આપણો દારૂની જડ નાબૂદ કરવાનો આદર્શ નીચે ન ઉતારી શકાય. આપણને દારૂમાંથી આવક ન મળે તો આપણાં બાળકો કેળવ્ણી વિનાનાં રહે એ વિચારથી જ આપણને શરમ ને ભોંઠપ ઊપજવી જોઈએ. પણ એવો જ વખત આવે તો બેમાંથી એ ઓછી ખરાબ સ્થિતિ છે એમ સમજીને આપણે તે સ્વીકારવી જોઈએ. આપણે આંકડાના ચકરાવામાં પડી ન જઈએ, ને આજે બાળકોને

અમુક જાતની કેળવણી મળવી જ જોઈએ એવી જે માન્યતા પ્રચલિત છે તેમાં ફસાઈ ન જઈએ, તો આ સવાલથી આપણને મૂંઝવણ નહીં ઊપજે."

કેળવણીને ખરચ વિનાની અને સાથે સાથે આપણી ગામડાંની નિશાળ વસ્તીની હાજતો પૂરી પાડે એવી કેળવણીની પધ્ધતિ ખીલવવાનો આપણા કેળવ્ણીકારોએ ભેગા મળીને વિચાર કરવો જોઈએ એ વાત પર ગાંધીજી ભાર શા સારુ મુકે છે તે એમના ઉપરના ઉદ્‍ગારો પરથી સમજી શકાય છે.

  1. * એ લેખ તા. ૮-૮-૩૭ના हरिजनबंधुમાં જુઓ.
૧૨