આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વધુમાં વધુ ઝડપ કલાકે ૩૫૦ તાર અને તકલી ઉપર ૨૪૨ તાર, જ્યારે પહેલી શ્રેણીના વિદ્યાર્થીની તકલી ઉઅપર વધુમાં વધુ ઝડપ ૧૬૪ તાર છે."

આ આંકડાઓ માલની પેદાશ કે કમાણી દર્શાવવા માટે નથી આપવામાં આવ્યા, જોકે એ રીતે પણ તે મહત્વના છે.કેળવણી આલેખમાં માલની પેદાશ અને કમાણીને ગૌણ સ્થાન હોય છે.પણ યુવકની કેળવણીમાં ઉદ્યોગોનું શિક્ષણવિષયક ભારે મૂલ્ય દર્શાવવા ખાતર એ આંકડાઓ આપવામાં આવ્યા છે. ઉદ્યોગશીલતા, કાળજી અને ઝીણી ઝીણી વિગત ઉપર પણ લક્ષ્ય આપ્યા વિના આ કાર્ય ન થ ઈ શક્યું હોત, એ સ્પષ્ટ છે.

ह૦ बं૦, ૨૮-૬-'૪૨


૩૪
કાંતણ અને ચારિત્ર


ગુનેગાર ગણાતી કોમો માટેની વસાહતોમાં થયેલા કાંતણકામનો નીચેનો હેવાલ ચરખા સંઘ, કર્ણાટક શાખાના મંત્રીએ મોકલ્યો છેઃ

"હુબળીની વસાહતના સંચાલક રેવરંડ અશર વિલ્સન અને આ વસાહતમાંની પ્રમાણિત શાળાની મુખ્યાધ્યાપિકા મિસ બિસ્કોએ જ્યારે અખબારોમાં વાંચ્યું કે, અખિલ ભારત ચરખા સંઘ ની કર્ણાટક પ્રાંતિક શાખાએ બિજાપુર અને ગદગની વસાહતોમાં વસતાં બેકાર માણસોને કાંતણ પીંજણ શીખવવા માટે શિક્ષકો મોકલ્યા છે,ત્યારે હુબળીની વસાહતમાં એ અખતરો અજમાવી જોવાનો વિચાર એમને પણ આવ્યો. રેવરંડ વિલ્સન અને મિસ બ્રિસ્કોનાં ઉત્સાહ અને ઉત્કંઠા જોઈ શાખાને હુબળીની વસાહતમાં કામ ઉપાડવાનું મન થયું.

"છોકરાઓ માટેની કાચી કેદમાં અમે કામ શરૂ કર્યું. આ કાચી કેદમાં આઠ અને સોળની વચ્ચેની બધી ઉંમરના કુલ ૩૩ છોકરા છે. છોકરાને કાચી કેદમાં તેમનાં વાલી અથવા પોલીસ મૂકી જાય છે. એટલા માટે કે તેમના પર પાકી દેખરેખ રહે. છોકરાઓને ત્યાં

૧૨૦