આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કંઈક પૈસા હોય. છોકરાઓની બાબતમાં આ પ્રયોગ આટલો સફળ થયો. એટલે આ અઠવાડિયે અમે વસાહતની કન્યાશાળાની મોટી છોકરીઓને પણ આ કામ શીખવવું શરૂ કર્યું છે. અમને લાગ્યું કે, આ ખબર જાણીને આપને આનંદ થશે; તેથી આ કાગળ લખું છું, ને કાંતતા છોકરાઓની છબી મોકલું છું. તેઓ કેવા મોજ કરે છે તે આપ જોશો."

કાંતણની મનને સ્થિર કરનારી અસર વિષેના ઉપરના વર્ણનને ટેકો આપનારો પુષ્કળ પુરાવો છે. હું આશા રાખું છું કે, મિસ બ્રિસ્કો તેમના પ્રયોગની પ્રગતિ વિષે મને વખતોવખત અહેવાલ મોકલતાં રહેશે.

ह૦ बं૦ , ૩-૮-'૪૦


૩૫
બિહાર પ્રાંતની શાળાઓ


['રણમાં મીઠી વીરડી'એ નોંધ]

પાયાની કેળવણી વિષેની સરકારી અધિકારીઓની વિરોધી પણ પૂરતા વિચાર વિના કરેલી ટીકાઓના રણમાં બિહારના ગવર્નરના સલાહકાર મિ. ઈ.આર.જે.આર. કઝિન્સે હિંદુસ્તાની તાલીમ સંઘના મંત્રી શ્રી આર્યનાકમ ઉપર બિહારની પાયાની કેળવ્ણીની શાળાઓની નીચે જણાવેલી કદર લખી મોકલી છે, તે ખરેખર આહ્‍લાદક છેઃ

"ધોધમાર વરસાદને કારણે પાયાની કેળવ્ણીની શાળાઓનું નિરીક્ષણ કરવાના મારા કાર્યક્રમમાં વિક્ષેપ પડ્યો તેથી મને દીલગીરી થઈ.પરંતુ એવી ૨૭માંથી ૧૮ શાળાના શિક્ષક-વિદ્યાર્થીઓને હું મળી શક્યો - ૬ શાળાના શિક્ષક-વિદ્યાર્થીઓને વૃદાવન-રામપૂર્વામા અને ૧૨ શાળાના શિક્ષક-વિદ્યાર્થીઓને ચોખિતોલા-પુરુકિયામાં. ત્યાં મેં જે કંઈ જોયું તેમાં મને ભારે રસ પડ્યો. અલબત્ત, એનાં સાતે સાત ધોરણ પૂરાં થયા વિના એ પ્રયોગની સાચી આંકણી આપણે કરી શકીએ એમ નથી. પરંતુ વિદ્યાર્થીઓની સ્વચ્છતા, બુદ્ધિમત્તા તથા તેમના કામમાં તેમનો પડતો દેખીતો આનંદ જોઈને તેની મારા

૧૨૨