આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૮
કૉંગ્રેસ પ્રધાન મંડળો અને નવી તાલીમ

[કેળવણી ખાતાના પ્રધાનોની પરિષદ જોડે ગાંધીજીને થયેલા વાર્તાલાપનો શ્રી પ્યારેલાલજીએ આપેલો હેવાલ આ છે. - સં.]

૧૯૩૯ની સાલમાં મહાસભાની સરકારોએ સાત પ્રાંતોમાં રાજીનામાં આપ્યાં, ત્યાર બાદ તે તે પ્રાંતોમાં હિંદી રાજ્યબંધારણના ૧૯૩૫ની સાળાના કાયદાની ૯૩મી કલામ મુજબના રાજ્યવહીવટનો અમલ ચાલુ થયો. તે અમલ દરમિયાન તે વહીવટ ચલાવનારા લોકોએ મહાસભાની સરકારોએ શરૂ કરેલા નવી તાલીમ, દારૂબંધી અને ગ્રામસુધારણા તેમ જ પાયાના ગ્રામોદ્યોગના પુનરુદ્ધારના કાર્યક્રમોમાં વહીવટી રીતરસમોનો દારૂગોળો વાપરીને અંદરખાનેથી સારી જેવી ભાંગફોડ કરી મૂકી. મહાસભાની સરકારોએ રાજ્યવહીવટની લગામ પાછી હાથમાં લીધી, તેની સાથે જ તેમણે પહેલી ફિકર પોતાના પ્રયોગોમાંથી પેલી ભાંગફોડ થયા છતાં, જે કંઇ રહી ગયું તેને બચાવી લેવાની અને પોતે જ્યાંથી તે કાર્યક્રમોને લગતાં કામો છોડ્યાં હતાં ત્યાંથી પાછાં હાથા પર લેવાની હતી.

એ કામને માટે વિચાર કરવાને મહાસભાના વહીવટના પ્રાંતોમાં કેળવણી ખાતાના પ્રધાનો, શ્રી બાળાસાહેબ ખેરના નિમંત્રણથી, તેમના પ્રમુખપણા નીચે પૂનાના કાઉન્સિલ હૉલમાં તા ૨૯મી. અને ૩૦મી જુલાઈના દિવસોએ એક પરિષદમાં ભેગા માળ્યા હતા. બધા પ્રાંતોના કેળવણી ખાતાના પ્રધાનોને બોલાવવામાં આવ્યા હતા. પણ બે પ્રાંતના પ્રધાનો આવી શક્યા નહોતા. ગાંધીજી ૨૯મી તારીખે સાંજે પરિષદમાં કલાકેકથી વધારે વખત હાજર રહ્યા હતા. સરકારની અને સરકારે માંય કરેલી અથવા અથવા તેની સાથે જોડાયેલી સંસ્થાઓમાં નવી તાલીમના પ્રયોગનું કામ ખોટકાઈ પડ્યું હતું, છતાં તાલીમી સંઘને આશ્રયે તેનું કામ ચાલુ રહ્યું હતું અને ગાંઘીજીની ભવિષ્યને ઓળખવાની દ્રષ્ટિને લીધે સંઘની,

૧૨૯