આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્છી ગાંધીજીએ જણાવ્યું કે, હું પ્રધાનના હોદ્દા પર હોઉં, તો એવી વ્યાપક સૂચનાઓ આપી દઉં કે, હવે પછી કેળવણીને લગતી સરકારની બધી પ્રવૃત્તિ પાયાની કેળવણીને ધોરણે તેની દિશામાં ચાલ્શે. પહેલાં ઘણા પ્રાંતોમાં પ્રૌઢશિક્ષણના કાર્યક્રમો પણ હું એકાદ પાયાના ઉદ્યોગની મારફતે ચલાવું. મારો અભિપ્રાય એવો છે કે, રૂ કાંતવાની અને તેની સાથે સંકળાયેલી બીજી ક્રિયાઓ આ કાર્યને માટે સૌથી સારા અને સૌથી વધારે અનુકૂળ હાથકામના ઉદ્યોગો છે. પણ ઉદ્યોગોની પસંદગી હરેક દાખલામાં, જે કામ કરનારા લોકો આ કાર્યની સાથે જોડાયેલા છે, તેમના પર છોડી દેવાને હું તૈયાર છું, કેમ કે મારી એવી ચોક્કસ શ્રધ્ધા છે કે, આખરે તે ઉદ્યોગ જ આ કામમાં ટકશે, જેમાં આ કામને લાયકના જરૂરી ગુણો હશે. કેળવણી ખાતાના ઇન્સ્પેક્ટરો, એટલે કે નિરીક્ષકો, અને બીજા અમલદારોનું કામ લોકોમાં અને નિશાળોના શિક્ષકોમાં સીધા જઈ, તેમને દલીલથી અને સમજાવટથી સરકારની કેળવણી વિષેની નવી નીતિની કિંમત અને ઉપયોગિતાની કેળવણી આપવાનું રહેશે.લોકો પર અને શિક્ષકો પર અમલ બજાવવાનું નહીં, પણ આ તેમનું પહેલું કામ છે. હવે એ ઇન્સ્પેક્ટરો અને અમલદારોને આ નીતિ કે આ કેળવણી વિષે શ્રદ્ધા ન હોય, અથવા વફાદારીથી નવી નીતિનો અમલ કરી તેને પાર પાડવાની તેમની નામરજી હોય, તો તેમને હું રાજીનામું આપી સરકારની નોકરીમાંથી અળગા થવાની છૂટ આપું.પણ પ્રધાનો પોતાનું કામ બરાબર જાણતા હોય અને તેની પાછળ તન તોડીને હોંશથી તેમ જ ખંતથી મડે, તો આવું કરવાની જરૂર પડે, એમ મને નથી લાગતું. પણ એટલું સાફ સમજાવું જોઈએ કે, ઑફિસની ખુરશીમાં બેઠે બેઠે એક પછી એક હુકમો છોડવાથી આ કામ બનવાનું નથી.

યુનિવર્સિટી કેળવણીનું નવસંસ્કરણ

પુખ્ત ઉંમરનાં સ્ત્રીપુરુષોની કેળવણીની બાબતમાં તે જ યુનિવર્સિટી, એટલે કે વિશ્વવિદ્યાલયો અથવા વિદ્યાપીઠોની કેળવણીને લાગુ પડે છે.તે કેળવણીનો હિંદની ભૂમિની સાથે અથવા તેની

૧૩૧