આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પંડથી જ અને મારી આજુબાજુના લોકોથી શરૂઆત કરવાનો મારો રિવાજ છે. આ વિષયમાં આપણે અંગ્રેજો પાસેથી ધડો લેવા જેવો છે. શરૂઆતમાં અહીં હિંદુસ્તાનમાં માત્ર મૂઠીભર અંગ્રેજો આવ્યા અને વસ્યા. અને પછી તેમણે પોતાને માટે એવું સામ્રાજ્ય ઊભું કર્યું, જે સંસ્ક્રુતિની અને રાજકીય દૄષ્ટિએ કેટલું ભયંકર નીવડ્યું તેનો વિચાર કરો. ગુલામ જેમ પોતાને જકડી રાખનાર બેડીને વળગી રહે છે ને તેને છોડવા માગતો નથી, તેમ આપણે માતૃભાષાને તરછોડી અંગ્રેજી બોલીને કોટે વળગાડી છે, ને તેને અળગી કરવા માગતા નથી. આ સલ્તનતના ઘડતરની પાછળ જે એકાગ્ર ભક્તિ, જે ત્યાગ અને જે એકધારી ખંત રહેલાં છે, તેનો વિચાર જરા કરી જુઓ.એનો અર્થ એક જ છે.અમે તે આવી પડે, તોયે આપણે ડગવાના નથી, હાથમાં લીધેલું કામ પાર પાડ્યા વિના છોડવાના નથી, એવો દૃઢ નિશ્ચય કરીને કામમાં મડી પડો, એટલે એકેએક મુશ્કેલી ને અડચણ જોતજોતામાં ઓગળી જશે.

અંગ્રેજીનું શું?

સ₀- આ કાર્યક્રમમાં અંગ્રેજીનું શું થવાનું તેનું સ્થાન કેવું રહેશે? તેનું શિક્ષણ ફરજિયાત રહેશે કે બીજી ભાષા તરીકે મરજિયાત રહેશે?

જ₀- મારી માતૃભાષા ગમે તેવી અધૂરી હોય તોયે, માની છાતીએથી અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દીધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે? એને સ્થાને અંગ્રેજી બોલીનો હું આશક છું; પણ જે સ્થાન તેનું નથી તે પડાવી લેવા નીકળે, તો હું તેનો કટ્ટો વિરોધી થાઉં. સૌ કોઈ સ્વીકારે છે કે અંગ્રેજી આજે આખી દુનિયાની ભાષા બની છે. તેથી, હું તેને નિશાળમાં નહીં, પણ વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં મરજિયાત શીખવાના વિષય તરીકે બીજી ભાષાનું સ્થાન આપું. અને તે પણ પસંદગીના થોડા લોકો માટે હોય; કરોડોને માટે તો ક્યાંથી હોય? આજે આપણી પાસે ફરજિયાત પ્રાથમિક કેળવણી દાખલ કરવાનાં પણ સાધન નથી, ત્યાં અંગ્રેજીના

૧૩૭